AIADMKની નેતા વી.કે.શશીકલાના પતિ એમ. નટરાજનનું અવસાન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આવક કરતાં વધુ મિલકત વસાવવાના કેસમાં ચાર વર્ષની જેલ ભોગવી રહેલા AIADMKની નેતા વી.કે.શશીકલાના  પતિ એમ. નટરાજનનું અવસાન આજે વહેલી સવારે અવસાન થતાં જેલ સત્તાવાળાઓએ શશીકલાને પંદર દિવસના જામીન આપ્યા હતા. છાતીમાં સખ્ત દુ:ખાવાની ફરીયાદ પછી  ચેન્નાઇની એક હોસ્પિટલમાં દાખલ કરાયાના ત્રણ દિવસ પછી ૭૪ વર્ષના નટરાજનનું અવસાન થયું હતું.

ગયા વર્ષે તેમની કિડનીનું પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. શશીકલા તામિલનાડૂના થાંજાવુર માટે રવાના થશે જ્યાં તેમના પતિના અંતિમ સંસ્કાર કરાશે. કેટલીક શરતો સાથે શશીકલાના પંદર દિવસના જામીન મંજૂર કરાયા હતા’ એમ પારાપાપાના અગ્રહારા સેન્ટ્રલ જેલના અધિકક્ષે કહ્યું હતું.

ઉલ્લખેનીય છે કે શશીકલાને આવક કરતાં વધુ મિલકત વસાવવાના કેસમાં ચાર વર્ષની જેલ કરાઇ હતી અને તેઓ હાલમાં પારાપાપાનાની જેલમાં છે.

Share This Article