દુનિયામાં ઘણાં એવા દમ્પતિ છે, જે હજુ પણ માતા પિતાના બનવાના સુખથી વંચિત છે. IVF, સરોગેસી જેવી ગણી ટેક્નોલોજી હોવા છતાં પણ માતા પિતા પોતાના બાળકોનો ચહેરો જોવા માટે તરસી રહ્યાં છે. જો તમે પણ તેમાંથી એક છો, તો તમને જાણીને નવાઈ લાગશે છે કે, હવે AIની મદદથી તમારું સપનું સાકાર થતાં જોઈ શકો છો, કેમ કે હાલમાં જ અમેરિકાના કોલંબિયા યુનિવર્સિટીમાં ડોક્ટરોએ એક ખાસ AI ટેક્નિકથી આવો જ એક ચમત્કાર કર્યો છે, જેમાં એક કપલ જે 19 વર્ષથી સંતાન માટે પ્રયત્ન કરતું હતુ, હવે તે જલ્દી જ માતા પિતાના બનવાના છે.
આ કપલે માતા પિતા બનવા માટે તમામ પ્રકારની સારવાર કરાવી પણ દરેક વખતે તેને નિરાશા મળતી હતી. પોતાના બાળકની ઇચ્છામાં તેઓએ 15 વાર આઈવીએફ કરાવ્યુ પરંતુ દરેક વખતે નિષ્ફળતા મળી. ત્યાર બાદ તેઓએ એક નવા ટેસ્ટમાં ભાગ લીધો જેમાં AI ટેક્નિક STAR (Sperm Tracking and Recovery)નો ઉપયોગ કરવામાં આવ્યો. તેની મદદથી મહિલા પ્રેગ્નેન્ટ થઈ.
આ કપલ માતા પિતા એટલા માટે બની શકતું નહોતું કેમ કે, પ્રેગ્નેન્ટ મહિલાના પતિને એજોસ્પર્મિયા હતુ. એજોસ્પર્મિયા એક પ્રકારની કંડીશન છે. જેમાં પુરુષોના સીમનમાં સ્પર્મ જોવા મળતા નથી. એ તો બધાને ખબર છે કે, સ્પર્મ્સ વગર બાળકની કલ્પના પણ કરી શકાતી નથી.
AIએ કેવી રીતે મદદ કરી?
AI ટેકનીકે એ કામ કર્યું જે માણસની આંખો નથી કરી શકતી. STAR ટેક્નિકમાં સંશોધકોએ એક મશીન તૈયાર કર્યું, જેમાં એક કલાકમાં 80 લાખ ફોટા ખેંચી શકાય છે. આ ફોટાઓમાં AI નાનામાં નાના છુપાયેલા સ્પર્મને શોધી કાઢે છે. ત્યાર બાદ એક ખાસ મશીનથી તેને સુરક્ષિત રીતે અલગ તારવવામાં આવે છે.
AI ટેક્નીકથી ડોક્ટરોને પુરુષના સીમનમાં એક એક કરીને કેટલાક હેલ્દી સ્પર્મ્સ મળ્યાં. તેમાંથી એક સ્પર્મને ઈંડામાં નાખવામાં આવ્યું અને આવી રીતે 19 વર્ષની લાંબી રાહ જોયા બાદ પહેલીવાર મહિલા ગર્ભવતી બની.