કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ પોતાના સાંસદીય ક્ષેત્ર અમેઠીના બે દિવસની મુલાકાત પર ગયા છે. અહીથી જ તે મિશન ઉત્તર પ્રદેશની શરૂઆત કરશે. આ સમય દરમિયાન તે ખેડૂતોની સમસ્યા અને વ્યાપારીઓની સમસ્યા ઉપર વાતચીત કરશે. સાથે જ શહીદોના પરિવારને પણ મળશે. ભારતીય જનતા પાર્ટીને અમેઠીમાં વોટ નહી મળે તે વાતનુ રટણ તો રાહુલ ગાંધી પહેલાથી જ કરી રહ્યા છે. હવે પોતા અમેઠી જઇને 2019ની ચૂંટણી માટે પ્લાન કરી રહ્યાં છે.
રાહુલ સવારે લખનૌ એરપોર્ટ પર પહોંચશે અને બાદમાં રોડ માર્ગથી રાયબરેલી થઇને અમેઠી જશે. અહી તે પોતાના કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. બાદમાં તે ખેડૂતો સાથે વાર્તાલાપ કરશે અને તેમની સમસ્યા શું છે તે જાણવાનો પ્રયત્ન કરશે. રાહુલ ગાંધીએ પણ હવે ભારતીય જનતા પાર્ટીની જેમ 2019ની ચૂંટણી માટે કમર કસી લીધી હોય તેમ જણાય છે.
કોંગ્રેસ તરફથી તે ભરપૂર પ્રયાસ કરશે કે ભારતીય જનતા પાર્ટીને હરાવીને ફરી કેંદ્રમાં કોંગ્રેસની સત્તા આવે.