તન્વી રાઠોડનો જન્મ મુંબઈ શહેરમાં થયો છે અને મુંબઈને તેઓ પોતાના સ્વપ્નોની ભૂમિ તરીકે માને છે. પરંતુ લગ્નબાદ તેઓ હવે અમદાવાદમાં તેના ‘સ્વપ્ન અને જુસ્સા’ની સાથે જીવી રહ્યા છે. તેઓ માત્ર વિશ્વાસ અને ઇચ્છાશક્તિ સાથે મોડેલિંગ અને સ્પર્ધાના ક્ષેત્રમાં આગળ વધ્યા છે. મિસિસ ટેલેન્ટેડ ઈન્ડિયા 2018ના ખિતાબની ઉજવણી કરવાનું એક સ્પષ્ટ સ્વપ્ન જીવ્યા પછી, તેણી ૪૪ મી મિસિસ યુનિવર્સ 2021 (સિયોલ, દક્ષિણ કોરિયામાં યોજાનારી)માં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે સજ્જ છે. આ સાથે તેઓ ૯૭ થી વધુ દેશોની સ્પર્ધામાં ભાગ લઈ ચૂકેલ છે. સેલિબ્રિટી અને ફેશન સ્ટાઇલિસ્ટ દૃષ્ટિ ગજ્જર દ્વારા તન્વીના કોસ્ચ્યુમનું સ્ટાઇલિંગ કરવામાં આવ્યું છે.
ગ્લેમર એન્ડ લાઈફસ્ટાઈલ એવોર્ડ 2019 અને મિસિસ ઈન્ડિયન ઓશન 2021 તેમના નામે થઈ ચૂકેલ છે. આ સાથે તેઓએ પ્રખ્યાત કોચ ડો. રીટા ગંગવાણી અને સુશ્રી શવેતા અઠવાલ દ્વારા તાલીમ આપવામાં આવી છે. સપનું જોવા માટે અને પૂરું કરવા માટે કોઈ ચોક્કસ ઉમર નથી તેનું એક બહુ મોટું ઉદાહરણ તેઓ આપી રહ્યાં છે. તેમના જીવનના 36 વર્ષ ની ઉમર સાથે 4 વર્ષની છોકરીની માતા બન્યા પછી, તેમના સ્વપ્નને અનુસરે છે અને તેને પૂરું કરી રહ્યા છે. આ સાથે વિશ્વભરમાં 200+ સ્ટેજ શો પણ કર્યા છે.
આગામી સ્પર્ધા વિશે વાત કરતા તન્વી રાઠોડે જણાવ્યું કે, હું હંમેશા મારા જીવનના સૂત્ર સાથે કોઈપણ સ્પર્ધામાં ભાગ લેતી હતી. જેમાં મારો મુખ્ય ધ્યેય, ‘આત્મવિશ્વાસી બનો, મજબૂત બનો, તમે છો એ દેખાડો’ એજ રહ્યું છે. આ ઈવેન્ટમાં માત્ર ભારતમાંથી જ નહીં, ભારતની બહારની ઘણી મહિલાઓએ પણ ભાગ લીધો છે. અને હું તે ઇવેન્ટનો ભાગ બનીને ખુબ ખુશ છું. હવે હું દક્ષિણ કોરિયામાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરીશ.અને ભારતનું નામ રોશન કરીશ જેનો મને ગર્વ છે.
પોતાના જીવનની સફરમાં તે પોતાના પરિવાર, સાસુ-સસરા, માતા-પિતા અને પતિને ખૂબ જ મહત્વ આપે છે. તેમના માતા પિતા તેમના કરોડરજ્જુ છે જયારે તેમની પુત્રી તેમના દિલની ધડકન છે, જે તેમના જીવનમાં આવી રહેલ મુશ્કેલીઓને સાથે લડવાનું અને પ્રશંસાને સાથે જીવવાનું શીખવે છે. આનાથી તેમનો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ મજબૂત બને છે અને જીવનમાં દરેક વસ્તુઓ પર ધ્યાન આપવાનું શીખવે છે.
આ કાર્ય સાથે તેઓએ પોતે એક સંસ્થા બનાવવાનું સપનું જોયું છે જ્યાં દરેક જરૂરિયાત વ્યક્તિ કોઈપણ ખર્ચ વિના જોડાઈ શકે અને તેમને પોતાના જીવનમાં જ્યાં ક્યાંય પણ કોચની જરૂર હોય તે પુરી થઈ શકશે. જીવનના કોઈપણ તબક્કે અને ક્ષેત્રમાં તેઓનો મુખ્ય ઉદ્દેશ ફરજો નિભાવવાની સાથે વફાદારી સાથે જીવવું છે.
તેઓનું જીવન પ્રભાવશાળી, દયાળુ અને નમ્ર છે. તેઓ એક શાસ્ત્રીય નૃત્યાંગના અને લોક નૃત્યાંગના તરીકે વિશ્વભરમાં 200+ થી વધુ સ્ટેજ શો માટે પરફોર્મ કરી ચૂકી છે.તે શાસ્ત્રીય નૃત્યના સંદર્ભમાં પદ્મભૂષણ કુમુદિની લાખિયા અને પંડિતા ઉમા ડોગરાની શાહગીર છે. તેઓ ગ્રેસી સિંહ અને શ્રીમતી અનિલા સુંદર મંડળની મુખ્ય નૃત્યાંગના પણ રહી ચૂકેલ છે. આ સાથે તેઓએ મેનેજમેન્ટમાં માસ્ટર પણ કર્યું છે.
તન્વી રાઠોડ દ્વારા નાયિકા, લોરીઅલ, મેટ્રિક્સ, સુલા, સુગર, કલરબાર , ડેરમાટેક, દિશાનો, પી રમેશ, મનીપયોર, કૂલબર્ગ જેવી ઘણી ઉત્કૃષ્ટ બ્રાન્ડ્સ સાથે બ્રાન્ડ એમ્બેસડર તરીકે પણ કામ કરે છે . આ સાથે 4 ભાષાઓ (હિન્દી, ગુજરાતી, મરાઠી અને અંગ્રેજી) પર પકડ પણ ધરાવે છે. તેમણે શ્રી કૃષ્ણ (રામાનંદ સાગરની) જેવા ડેઈલી સોપ્સ સાથે કામ કર્યું છે.દેવ-ઓ-કે દેવ મહાદેવ, જે લાખો લોકોને મનોરંજક રીતે જ્ઞાન પહોંચાડે છે. તેણે થોડા મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે.
આ ઉપરાંત તન્વી બ્રેસ્ટ કેન્સર જાગૃતિની ફરજો માટે કામ કરી રહી છે અને ઘરેલુ હિંસા સામે લડવામાં મહિલાઓને મદદ કરે છે.