અમદાવાદની સ્નિગ્ધા મુખર્જી પર્સોના મિસિસ ઈન્ડિયા
વર્ડવાઇલ્ડ 2022 સીઝન-5 ખિતાબથી સન્માનિત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ શહેરના સ્નિગ્ધા મુખર્જી પર્સોના મિસિસ ઈન્ડિયા વર્ડવાઇલ્ડ 2022 સીઝન-5 ખિતાબથી સન્માનિત થતાં સમગ્ર અમદાવાદ શહેરનું ગૌરવ દેશભરમાં વધાર્યું છે. અમદાવાદ સ્થાયી સ્નિગ્ધા મુખર્જીને મુંબઈ ખાતે યોજવામાં આવેલ પરણીતી મહિલાઓ માટેની સૌંદર્ય પર્સોના મિસિસ ઈન્ડિયા વર્ડવાઇલ્ડ 2022 સીઝન-5નો ખિતાબ મળ્યો છે. પર્સોના મિસિસ ઈન્ડિયા વર્ડવાઇલ્ડ 2022 સીઝન-5નું ટાઈટલ અમદાવાદ શહેરના સ્નિગ્ધા મુખર્જીએ જીતી એક ઇતિહાસ સર્જ્યો છે.
સમગ્ર ભારતમાંથી પસંદ પામેલી અમદાવાદ, બંગ્લોર, ભોપાલ, નાગપુર, ઇન્દોર, દિલ્હી, મુંબઈ, રાંચી, ઝારખંડ જેવી અનેક જગ્યાએથી 33 પરિણીત મહિલાઓ માટેની સૌંદર્ય સ્પર્ધા મુંબઈ ખાતે યોજવામાં આવી હતી, જે પૈકી પાંચ મહિલાઓ અંતિમ રાઉન્ડમાં પહોંચી હતી. જેમાંથી સ્નિગ્ધા મુખર્જીની મિસિસ ઈન્ડિયા વર્ડવાઇલ્ડ 2022 સીઝન-5 તરીકે પસંદગી કરવામાં આવી હતી. ગુજરાતના અમદાવાદ શહેર ખાતે રહેતા સ્નિગ્ધા મુખર્જીને આ ખિતાબ મળતાં પરિવારજનો સહિત સમગ્ર શહેરનું ગૌરવ વધાર્યું હતું.
અમદાવાદ શહેર માટે આ એવી પ્રથમ ઘટના છે કે જે સૌંદર્ય ક્ષેત્રમાં રાષ્ટ્રીય કક્ષા સુધી શહેરનું નામ પહોંચ્યું હોય અને ખિતાબ મેળવ્યો હોય. પર્સોના મિસિસ ઈન્ડિયા વર્ડવાઇલ્ડ 2022 સીઝન-5નો ખિતાબ મેળવનાર સ્નિગ્ધા મુખર્જી જણાવે છે કે જ્યારથી સ્પર્ધા માટે નોમિનેટ થયા ત્યારથી આ સ્પર્ધા જીતવાનું નક્કી કરી લીધું હતું. અને આ માટે તમામ તૈયારીઓ અમદાવાદમાં રહીને જ કરી હતી. તેમજ તૈયારીઓ પાછળ કોઈ પણ ખર્ચાળ તાલીમ કે વધુ પડતો ખર્ચો કર્યો નથી. માત્ર મનોબળ મજબૂત અને ભરપૂર આત્મવિશ્વાસ જ મને આ સ્પર્ધામાં જીતવામાં ખાસ મદદરૂપ બન્યા છે.

Share This Article