નવરંગપુરાની સમારા આર્ટ ગેલેરી ખાતે આર્ટિસ્ટ રૂપેશ શાહનું સોલો એકિઝબિશન “જર્ની” ૬ ઓક્ટોબર સુધી બપોરે ૧૨થી સાંજે ૭.૩૦ સુધી માણી શકાશે.
રૂપેશ સી. શાહે એક સફળ ઉદ્યોગસાહસિક, ઉદ્યોગપતિ, કલાકાર અને સામાજિક વકીલ તરીકેની અસાધારણ યાત્રા કરી છે. તેમની બહુપક્ષીય કારકિર્દી દાયકાઓ સુધી ફેલાયેલી છે, જ્યાં તેમના બૌદ્ધિક યોગદાન અને કલાત્મક રચનાઓએ ઘણાને પ્રેરણા આપી છે. તેમની કૃતિઓ ઘણીવાર વૈજ્ઞાનિક, દાર્શનિક અને સાંસ્કૃતિક વિષયોને જોડે છે, જે સામાજિક મુદ્દાઓ અને સામુદાયિક વિકાસ સાથે તેમના ઊંડા જોડાણને પ્રતિબિંબિત કરે છે.


શાહની કલાત્મક યાત્રા તેમના દાદા શ્રી ચંદુલાલ છગનલાલ શાહ સાથે શરૂ થઈ હતી, જેઓ મહાત્મા ગાંધીના પ્રખર અનુયાયી હતા. નાનપણથી જ, રૂપેશભાઈ તેમના દાદાની કળાથી પ્રેરિત હતા , મુખ્યત્વે ગાંધીજીના તેઓ અનુયાયી હતા. તેઓ તેમના કાકી પાસેથી પણ પ્રેરણા મેળવી છે, જેમણે કુટુંબનો કલાત્મક વારસો વારસામાં મેળવ્યો હતો અને તેનું જતન કર્યું હતું, અને તેમના માર્ગદર્શકો, શ્રી મનહર કાપડિયા, ભાવેશ સર અને સ્વર્ગસ્થ નટુભાઈ પરીખ, આ બધાએ તેમની અનન્ય દ્રષ્ટિને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.



શાહના તાજેતરના કાર્યને વ્યાપકપણે ઉજવવામાં આવ્યું છે, કલા પ્રદર્શનો તેમના ભાવનાત્મક અને દાર્શનિક રીતે સમૃદ્ધ ચિત્રોનું પ્રદર્શન કરે છે. કલા, વિજ્ઞાન અને સામાજિક કારણોમાં તેમનું યોગદાન કાયમી વારસો છોડે છે, જે સર્જનાત્મકતા અને કરુણા દ્વારા વિશ્વને સુધારવા માંગતા લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત પ્રદાન કરે છે.
2જી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતી અને યોગા નું યોગ મારા ગ્રાન્ડફાધર મારા મધર ના ફાધર ગાંધીજીના પરમ ભક્ત અને ફોલોવર હતા. એમને ગાંધીજીના જે પેન્ટિંગ્સ કર્યા હતા ,તે આજની તારીખમાં પણ ગાંધી આશ્રમમાં છે. મારા દાદા એ દિવસોમાં ગાંધી આશ્રમમાં રહેતા ત્યારે ગાંધીજીએ અંગ્રેજોના અગેત એક પણ લીધું હતું કે જ્યાં સુધી આ સંપૂર્ણ નહીં થાય ત્યાં સુધી હું મારા ઘરે રહેવા નહીં જવું, તો અમારા ઘરે રહ્યા હતા અને એ જે પાર્ટ પર સૂતા હતા એ જ પાર્ટ પર સુઈને હું મોટો થયો છું . મારા માસી ઉષા માસી અહીંયા હાજર છે અને આ આખી ઘટનાના એ સાક્ષી છે. તેવું રૂપેશભાઈ એ જણાવાયું હતું. મિત્રો આ ગાંધીજી ની કહાની આજે હું યાદ કરું છું મારા દાદાને મેં ગાંધીજીના પેઇન્ટિંગ કરતા જોયેલા છે અને એમને અંજલી આપતા આજનું આ પ્રદર્શન મેં ગાંધીજીના પેઇન્ટિંગ થી ચાલુ કર્યું છે અને એન્ડ પણ ગાંધીજીના પેઇન્ટિંગ થી કર્યું છે.



65 વર્ષની ઉંમર સુધી હું ધંધામાં ગળા ડૂબ રહ્યો અને એ પછી મને થયું કે ના મારે પણ મારી જે કોઈ શોખ હોય એ પૂરો કરવો જોઈએ અને તેથી કરીને મેં પેઇન્ટિંગ ચાલુ કર્યું. સૌથી પહેલા મેં નટુભાઈ પરીખ અનફોર્ચ્યુનેટલી અત્યારે આપણી વચ્ચે નથી એમના હસ્તક કામ ચાલુ કર્યું પછી ભાવેશભાઈ ઝાલા આજે અત્યારે હાજર છે એમના નીચે શીખવાનું ચાલુ કર્યું જે આજની તારીખમાં પણ હું એમના ક્લાસીસ કરું છું સાથે સાથે મોર્ડનાર્ક મએક્સ પ્રિન્સિપલ સ્કૂલ ઓફ સાયન્સ મનહરભાઈ કાપડિયા ના આજ નીચે પણ ટ્રેનિંગ લઉં છું. મિત્રો આ એક 65 વર્ષથી ચાલુ થયેલી જર્ની આજે 72 થવા આવ્યા સાત વર્ષની જર્ની અહીંયા મેં પ્રદર્શિત કરી છે. પેન્સિલ વર્કથી શરૂઆત સાથે પછી મોનોક્રોમ છે ,પછી વોટર કલર છે, છેલ્લે એક્રેલિક અને મલ્ટીમીડિયા છે. મને આશા છે કે આપ સૌને આ ગમશે અને મારું પ્રથમ તમે લોકો અહીંયા આવ્યા આટલા મોટી સંખ્યામાં અને આ હાજર રહીને મને જે પ્રોત્સાહિત કર્યો.