વાઇબ સમિટ માં ઘણી નવી અને દૂરદર્શી કંપની અને બ્રાન્ડસ દ્વારા પ્રદર્શની સેન્ટર ખાતે મોટી સંખ્યા માં સ્ટોલ રાખવામાં આવેલ છે. આ અંતર્ગત ઔદ્યોગિક અને રેસીડેન્સિતલ એકમો દ્વારા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક માટે શરૂ કરાયેલ સ્ટાર્ટ-અપ બ્રિજ ઇલેક્ટ્રિકલ્સ પ્રાઇવેટ લિમિટેડને વ્યાપક આવકાર મળી રહ્યો છે.
બ્રીજ ઇલેક્ટ્રિક પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના એપ્રિલ ૨૦૨૨ માં થયેલ છે. કંપનીના સ્થાપક આશિષ ભટ્ટએ જણાવ્યું હતું કે કંપનીનો મુખ્ય હેતુ ગ્રાહક ને સુરક્ષા સાથે સંતોષ આપવાનો છે. બ્રીજ ઇલેક્ટ્રિક પ્રાઇવેટ લિમિટેડની શરૂઆત લાઈટિંગ પ્રોટેક્શન સિસ્ટમના ટ્રેડિંગ સાથે થઈ હતી, જેમાં અમે ઇલેક્ટ્રિકની અનેકવિધ ટેક્નલોજી અને પ્રોડ્કટને ઉમેરતા ગયા. માત્ર 2 વર્ષના ટૂંકા ગાળામાં અમે સરકારી લાયસન્સ ધરાવતા કોન્ટ્રાક્ટર બની ગયા છીએ .જેમાં અમે 66 KV ના બધાજ પ્રોજેક્ટ કરીયે છે, સાથે સાથે ઔદ્યોગિક અને રેસીડેન્સિતલ એકમોમાં પણ પ્રોજેક્ટસ લઈએ છીએ. Dehn India Pvt Ltd , એન્કર પેનાસોનિક અને ABB સાથે રહીને કામ કરીયે છે. બ્રિજ ઇલેક્ટ્રિકેલ્સનો હેતુ ગ્રાહકોને ” One Stop Solutions For All Electricals Need ” પૂરો પાડવાનો છે.