ગામના જ છોકરા સાથે થયો પ્રેમ, બે વાર ઘરેથી ભાગી, કુટુંબના સભ્યોએ કંટાળી કરી નાખ્યો કાંડ

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ : કટુંબના પાંચ સભ્યોએ જ હત્યા કરીને લાશ સળગાવી દીધીકણભામાં પ્રેમસંબંધને કારણે યુવતીના ઓનર કિંલીંગના ગુનાનો અમદાવાદ ગ્રામ્ય પોલીસે પર્દાફાશ કર્યો હતો. આ બનાવની વિગત મુજબ કણભા વિસ્તારના બાકરોલ બુજરંગ ગામના સ્મશાનમાં 6-9-2024ના રોજ રાત્રે કોઈ વ્યક્તિની લાશ સળગાવી દેવામાં આવી હોવાની માહિતી અમદાવાદ ગ્રામ્ય પોલીસને મળી હતી. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં સ્મશાનમાં લાકડાથી કોઈ વ્યક્તિની લાશની અંતિમવિધી કરેલી હોવાનું તથા લાશના અવશેષોઅર્ધ સળગેલી હાલતમાં મળી આવ્યા હતા. જેને આધારે કણભા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરવામાં આવી હતી.

આ અજાણી લાશ અંગે કણભા પોલીસે તપાસ કરતા સ્મશાનમાં સળગાવેલ યુવતી માનસી ઉર્ફે હિના અરવિંદસિંહ સોલંકી હોવાનું તથા તે જ ગામની રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે પોલીસે માનસીના પરિવારજનોની પુછપરછ કરતા માનસીના મોત અંગે પોલીસને શંકા ઉપજી હતી. આથી પોલીસે વધુ તપાસ કરતા મૃતક માનસી સોલંકી પોતાના જ ગામના રહેવાસી અને પોતાના સમાજના છોકરા સાથે તેને પ્રેમસંબંધ હોવાથી તેની સાથે બે વખત ભાગી ગઈ હોવાનું જણાયું હતું. બીજીતરફ સમાજમાં બદનામી થવાના ડરથી માનસીના પિતા તથા કુટુંબના માણસોએ ગામ છોડી દીધું હતું. તેમ છતાં માનસી તેના પ્રેમી સાથે લગ્ન કરવા માટે જીદ કરતી હતા.

બીજી તરફ માનસીના પરિવારજનોની સામાજીક માન્યતા મુજબ તેઓના માતાજી એક જ હોવાથી સામાજીક રીતે માનસીના લગ્ન આ છોકરા સાથે થઈ શકે તેમ ન હતું. માનસીને આ વાત સમજાવવા છતા તે માનતી ન હતી. આથી માનસીના પિતા તથા કુટુંબના સભ્યો, કાકા, બાપા અને પિતરાઈ ભાઈઓએ મળીને માનસીનું કાસળ કાઢી નાંખવાનું નક્કી કર્યું હતું. જેમાં માનસીને માતાજીની બાધા કરવાને બહાને વડોદરા હાલોલ હાઈવે પરની નર્મદા કેનાલ પાસે લઈ ગયા હતા. બાદમાં ઘરના માણસોએ જ તેને ગળે ટુંપો દઈને તેની હત્યા કરી નાંખી હતી.

Share This Article