અમદાવાદ : અમદાવાદ શહેરમાં ઝરમરથી મધ્યમ વરસાદ યથાવત રીતે જારી રહ્યો છે. આજે સવારમાં પણ વરસાદ થયો હતો. અમદાવાદમાં સિઝનમાં હજુ સુધી માત્ર સવા છ ઇંચ વરસાદ થાય છે. સિઝનમાં કુલ ૩૨ ઇંચની આસપાસ વરસાદ થાય થે જેની સામે નહીંવત સમાન વરસાદ રહ્યો છે. જેના કારણે ચિંતા અકબંધ રહી છે. આજે સોમવારના દિવસે પણ ઝરમર વરસાદ જારી રહ્યો હતો. સવારથી વાદળો છવાયેલા રહ્યા હતા. સવારમાં પણ મધ્યમથી ઝરમર વરસાદ જારી રહ્યો હતો. અમદાવાદ માટે પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જારી રહેવા માટેની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં પહેલી જૂન બાદથી હજુ સુધી સિઝનલ વરસાદની વાત કરવામાં આવે તો ૧૫૨.૪ મીમી વરસાદ થયો છે. એટલે કે સવા છ ઇંચ સુધી વરસાદ થયો છે જે ખુબ ઓછા વરસાદનો સંકેત આપે છે. છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં વરસેલા હળવાથી ભારે ઝાપટાંઓના કારણે ગરમી અને ઉકળાટમાંથી થોડા સમય માટે નગરજનોને કંઇક રાહત અનુભવાઇ હતી પરંતુ મેઘરાજા મન મૂકીને નહી વરસતા શહેરીજનો થોડા ઉદાસ પણ થયા હતા.
લાંબા સમય બાદ વરસાદના ઝાપટાથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની જેમ અમદાવાદમાં પણ મેઘરાજા મન મૂકીને વરસે તેવી પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન વારંવાર વરસાદના ઝાપટાઓ જારી રહી શકે છે. શહેરમાં ઝરમર અને હળવા વરસાદની પધરામણી બાદ આજે નગરમાં મેઘરાજાની પધરામણી થઇ હતી. આજે વહેલી સવારથી જ શહેરમાં વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક રહી છે. આના કારણે તાપમાનમાં પણ ઘટાડો થયો છે.