3 ઓક્ટોબરથી નવરાત્રીથી શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે કેટલાક સ્થળે નવરાત્રી પહેલા પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતુ. અમદાવાદ શહેરમાં રસરાજ ઇવેન્ટ દ્વારા પ્રી નવરાત્રિ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં અમદાવાદ શહેરા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
અમદવાદ શહેરમાં રસરાજ ઇવેન્ટ દ્વારા પ્રી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર આઇપીએસ અજય ચૌધરી, એસીપી રાજેશ ભાવસાર સર દ્વારા દીપ પ્રગટાવી નવરાત્રિની શરૂઆત કરી હતી. આ પ્રી નવરાત્રિ ગરબામાં પ્રખ્યાત ગાયિકા ઈશાની દવેએ પોતાના સુર તાલ સાથે સૌ લોકોને મન મુકી ને ગરબામાં મગ્ન કરી દીધા હતા. ગરબાનું આયોજન રસરાજ ઇવેન્ટના આયોજક ઓમ ભાવસાર દ્વારા કરવામાં આવ્યું હતું, આ પ્રી નવરાત્રિમાં ગુજરાત પોલીસ તેમજ ડીફેસન અને ધણી બધી ગુજરાતી સેલિબ્રિટી મહાનુભાવો એ હાજરી આપી હતી.