અમદાવાદ પોલીસે ચેઇન સ્નેચિંગનાં ગુનામાં શખ્સની કરી ધરપકડ, આરોપીએ ઓળખ આપતા જ પોલીસ ચોંકી ગઈ

Rudra
By Rudra 1 Min Read

અમદાવાદની ઘાટલોડિયા પોલીસે ચેઇન સ્નેચિંગનાં ગુનામાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી, આરોપી પ્રદ્યુમનસિંહ વિજેન્દ્રસિંહ ચંદ્રાવતનાં પિતા 20 વર્ષ પહેલા મધ્યપ્રદેશમાં ધારાસભ્ય હતા. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, ઘાટલોડિયા પોલીસ દ્વારા ચેઇન સ્નેચિંગનાં ગુનામાં એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, તેનું નામ પ્રદ્યુમનસિંહ વિજેન્દ્રસિંહ ચંદ્રાવત છે અને તે મધ્યપ્રદેશનાં પૂર્વ ધારાસભ્યનો દીકરો છે. પ્રદ્યુમનસિંહનાં પિતા 20 વર્ષ પહેલા મધ્યપ્રદેશમાં ધારાસભ્ય હતા. પોતે ઘરથી કંટાળીને અમદાવાદ આવ્યો હતો અને ખાનગી કંપનીમાં નોકરી કરીને થલતેજમાં ભાડાનાં મકાનમાં રહે છે. આરોપીએ ગુરુકુળ વિસ્તારમાંથી ચેઇન સ્નેચિંગની ઘટનાને અંજામ આવ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article