અમદાવાદ : પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર, લીડરશીપ ટ્રેનર અને બિઝનેસ કોચ, ડો. વિવેક બિન્દ્રા અમદાવાદમાં એક વિશેષ સેમિનાર માટે શહેરમાં છે. તેમણે અમદાવાદના વિવિધ જગ્યાથી આવેલ ૧૦૦૦થી વધુ એન્ટ્રોપ્રીનિયર અને ઓર્ગેનાઇઝેશન લીડરને સંબોધિત કર્યાં હતાં. સેમિનારમાં ડો. વિવેક બિન્દ્રાએ સહભાગીઓને મર્યાદિત સમયમાં મહત્તમ બિઝનેસ આંતરદૃષ્ટિ આપી હતી.
સમગ્ર સેમિનાર દરમિયાન ડો. વિવેક બિન્દ્રાએ તેમના પ્રેક્ષકોને સેશન દરમિયાન તેમની સ્પીચથી પ્રભાવિત કર્યાં હતાં. ડો. વિવેક બિન્દ્રાએ સહભાગીઓને ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના બિઝનેસ ગોલ્સની વ્યૂહાત્મક અમલકરણની યોજના બનાવવા અને વધેલી માલિકી અને જવાબદારી સાથે ઉત્પાદક કાર્યસ્થળ બનાવવા મદદ કરી હતી. સહભાગીઓને વ્યવહારિક શિક્ષણનો અનુભવ કરવા માટે જીવંત ઉદાહરણો અને પરિસ્થિતિઓની ચર્ચા કરવામાં આવી હતી.
પોતાની વિશાળ ઉર્જા અને જૂનૂનની સાથે ડો. બિન્દ્રાએ પાવરફુલ બિઝનેસ કોન્સેપ્ટ જેમકે સ્ટાર્ટઅપ બિઝનેસ, એડોપ્ટિવ કર્વ, અને માર્કેટ ઇવોલ્યુશન સ્ટ્રેટેજીસ, ગ્રાહકો આવશ્યકતાઓની પહેચાન કેવી રીતે કરે, બાઝારમાં એન્ટ્રી બેરિઅર (મોનોપોલી) બનાવવાની રીત અને કેવી રીતે લોકોને પ્રભાવિત કરવા, સમજાવવા માટે વાત કરી હતી.
ગ્લોબલ એસીટીના સીઓઓ શ્રી દિપક કપૂર આ ઇવેન્ટમાં હાજર હતા અને જણાવ્યું કે, “હું સેમિનારના પરિણામ સાથે ખરેખર રોમાંચિત છું. લોકોએ હોલમાં ડો. બિન્દ્રાને સાંભળવાની ઉત્તેજના સાથે પ્રવેશ કર્યો હતો પરંતુ ઉમ્મીદ કરતાં પણ વધારે ઉત્સાહ સાથે બહાર આવ્યાં હતાં. આ અવસર પર મને આ જાહેરાત કરતાં ઘણી ખૂશી થાય છે કે ડો. વિવેક બિન્દ્રાના યૂટ્યુબ ચેનલે ૫.૪ મિલિયન ગ્રાહકોની સંખ્યા પાર કરી લીધી છે, જે સ્વયં એક મહાન ઉપલબ્ધિ છે.”
‘બાઉન્સ બેક’ પ્રોગ્રામ એક સિધ્ધાંત આધારિત, વૈજ્ઞાનિક રીતે રચાયેલ રીઅલાઇઝેશન આધારિત પ્રોગ્રામ છે, જેની અવધારણાઓને ઉદ્યોગોમાં અને વર્ટિકલ્સમાં વિના પ્રયાસે લાગૂ કરી શકાય છે. આ પ્રોગ્રામ ટેલર મેડ પ્રોગ્રામ છે, જે ઉદ્યોગસાહસિકોને મહાન બનાવવા અને તેમના વ્યવસાયને વધારી શકે તેવી ટેકનીકો દ્વારા વૃદ્ધિ પાડવા માટે આ એક અનુકુળ પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ દ્વારા ડો. બિન્દ્રા યોજનાના અસરકારક અમલીકરણ માટે, વ્યવસાયના વિસ્તરણ માટે, હાઇ પરફોર્મન્સની ટીમો બનાવવાની, શ્રેષ્ઠ પ્રતિભાને જાળવી રાખવા માટે જરુરી વ્યૂહરચનાઓ વહેંચે છે. બાઉન્સ બેકએ યુવાન સાહસિકોમાં શીખવાની અને વૃદ્ધિ કરવાની આવશ્યકતા લાવે છે અને તેઓ લીડરશિપ ફનલ માટે ઉપલબ્ધ છે, જે આગલાં સ્તરના પ્રોગ્રામ છે જે લોકોને પરિવર્તનશીલ વૃદ્ધિ પ્રદાન કરે છે.