અમદાવાદ : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી હુમલામાં શહીદ થયેલા જવાનોના માનમાં તેમજ આંતકવાદી સામે પોતાનો આક્રોશ વ્યકત કરવા માટે અમદાવાદના બજારમાં વેપારીઆલમથી માંડી સામાન્ય લોકોએ સ્વંયભૂ બંધ પાળી શહીદ જવાનોને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પી હતી. તો, આંતકવાદીઓ અને તેઓને છાવરનારા પાકિસ્તાન સામે પોતાનો ઉગ્ર વિરોધ અને આક્રોશ પ્રદર્શિત કર્યો હતો. અમદાવાદના મુખ્ય બજારોમાં બંધના પગલે આજે સન્નાટાના દ્રશ્યો જાવા મળ્યા હતા. વેપારીઓથી માંડી સામાન્ય લોકોએ પાકિસ્તાનને જડબાતોજ જવાબ આપવા અને પાકિસ્તાનનું નામ નકશામાંથી મિટાવી દેવા ઉગ્ર માંગણી કરી હતી.
આજે વીર શહીદોના માનમાં તેમજ આંતકવાદીઓ સામે પોતાનો આક્રોશ વ્યકત કરવા માટે શહેરનાં મોટા બજારોએ સ્વંયભૂ બંધ પાળ્યો હતો. વહેલી સવારથી શહેરનું મસ્કતી માર્કેટ, ન્યૂ કલોથ માર્કેટ, ઘંટાકર્ણ માર્કેટ, સુમેલ માર્કેટ, સિંધી માર્કેટ, ઘીકાંટા ગાર્મેન્ટ, આસ્ટોડિયા રંગાટી મહાજન, ઢાલગરવાડ કાપડ બજાર, કાલુપુર ફ્રૂટ માર્કેટ, ચોક્સી મહાજન, નરોડા બજાર, ભદ્ર પાથરણા માર્કેટ, રિલીફ રોડ ઈલેક્ટ્રોનિક્સ બજાર, મંગલમૂર્તિ મોબાઈલ માર્કેટ તેમજ અન્ય કેટલાક બજારોએ સ્વંયભૂ બંધ પાળી એલાનમાં જાડાયા હતા. જૂહાપુરામાં પણ મુÂસ્લમ રહીશોએ પાકિસ્તાન સામે ઉગ્ર વિરોધ વ્યકત કરી તેને પાઠ ભણાવવાની જારદાર માંગણી કરી છે. રાજ્યભરમાં ઠેર-ઠેર કેન્ડલ માર્ચ યોજાઈ હતી. શહીદ વીર જવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે સુરતના ૧૬૫ કાપડ માર્કેટની ૭૦થી ૭૫ હજાર દુકાન બંધ રહી હતી તથા ટ્રાન્સપોર્ટ એસોસીએેશન બંધ પાળ્યો હતો. પુલવામામાં થયેલા આંતકી હુમલાના પગલે આખા દેશે એકસંપ થઇને પોતાના આક્રોશ વ્યકત કર્યો છે અને શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે.
આંતકવાદીઓ અને તેને પોષતા પાકિસ્તાનને હવે એવો જડબાતોડ જવાબ આપવામાં આવે કે તે ફરી ક્યારેય આવા હુમલો કરવાનું વિચારી પણ શકે નહી તેવા આક્રોશ વેપારીઓથી માંડી સામાન્ય લોકોએ વ્યકત કર્યો હતો. જવાનો પરના હુમલાની ઘટનાને પગલે અમદાવાદીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. શહેરની દરેક સંસ્થા, દરેક સમાજ, દરેક ધર્મના લોકોએ આ ઘટનાને સખત રીતે વખોડી હતી અને રોડ પર ઊતરી આવ્યા હતા અને પોતાનો રોષ વ્યકત કર્યો હતો. ગઇકાલે ન્યૂ કલોથ માર્કેટ ગેટ નં.૪ પાસે તમામ વેપારી મહાજનો દ્વારા કેન્ડલ માર્ચ યોજીને જાહેર શોકસભાનું આયોજન કરાયું હતું. શહેરના કુબેરનગર, ગોતા, અખબારનગર સહિતના વિસ્તારોમાં લોકોએ કેન્ડલ માર્ચ યોજીને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવીને આક્રોશ વ્યકત કર્યો હતો. તો બીજી તરફ લોકો શહીદોના પરિવારને ફંડ આપવા માટે પણ આગળ આવી આવી રહ્યા છે. શહેરના નરોડા અને કુબેરનગરના વેપારીઓએ ફંડ એકઠું કરીને શહીદોના પરિવારને મોકલાવવાનો નિર્ણય કર્યો છે. વકીલોએ પણ ગઇકાલે ૮.૫૦ લાખ રૂપિયા શહીદોને મદદ કરવા માટે ભેગા કર્યા હતા. શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે શહેર પોલીસ તેમજ રેડક્રોસ સોસાયટીએ સાથે મળી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. આમ, હવે દેશ માટે શહીદી વહોરનારા વીર જવાનો માટે હવે દેશની આમ જનતા પણ તેમના કુંટુંબીજનો અને પરિવારના ઉત્કર્ષ અને સહાય માટે આગળ આવી રહ્યા છે, તે દેશની એકતા, અખંડતિતતા અને રાષ્ટ્રીય ભાવવાનો મજબૂત પરિચય કરાવે છે.