અમદાવાદ: : ગોદરેજ ફૂડ્ઝ લિમીટેડની રેડી-ટુ-કૂક બ્રાન્ડ ગોદરેજ યૂમ્મીઝએ ભારતનો ફ્રોઝન સ્નેક રિપોર્ટ રજૂ કર્યો છે, જે ભારત કેવી રીતે નાસ્તો કરે છે તેનું ડિકોડીંગ કરે છે. પ્રથમ હેવાલના પાંચ સ્તંભો – સુરક્ષા, ટેકનોલોજી, સ્વાદ, આરામ અને મૂડ (મિજાજ) અપલિફ્ટર પર આધારિત અહેવાલ—STTEM 2.0 ધારણાઓ, માન્યતાઓ અને આજે ભારતમાં ફ્રોઝન નાસ્તાઓના વિશ્વને આકાર આપતી વાસ્તવિકતાઓમાં ઊંડાણપૂર્વક ડોકીયુ કરે છે. આ અહેવાલ કલીનર વિશ્વના ક્રીમ ડે લા ક્રીમ (crème de la crème)માં તાજેતરમાં ફૂડ બ્લોગર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (FBAI) દ્વારા ગોવામાં આયોજિત સંપન્ન થયેલા ઇન્ડિયા ફૂડ એન્ડ બેવરેજીસ એવોર્ડ 2024 રજૂ કરવામાં આવ્યો હતો.
YouGov દ્વારા હાથ ધરવામાં આવેલું તાજેતરનું સંશોધન દર્શાવે છે કે 57% ભારતીયો હવે માને છે કે ફ્રોઝન નાસ્તાઓનું સેવન હવે સુરક્ષિત છે, જેમાં આ તારણોને ટેકો આપવા હેલ્થકેર વ્યાવસાયિકો પાસેથી માહિતી લેવામાં આવી હતી. 2004 પ્રતિવાદીઓના હાથ ધરાયેલ સર્વેક્ષણ અનુસાર. આ અભ્યાસે સમગ્ર જાતિઓ, વય જૂથો, વૈવાહિત દરજ્જાઓ અને સોશિયો-ઇકોનોમિક ક્લાસિસમાં ક્વોટા આધારિત સેમ્પલીંગ અભિગમનો ઉપયોગ કરતા સંતુલીત રજૂઆતની ખાતરી કરી છે. રેગ્યુલેટેડ ઉત્પાદકો દ્વારા જાળવી રાખવામાં આવતા નિયત ધોરણો પર ભાર મુકતા STTEM 2.0 ફ્રોઝન નાસ્તાઓને સુરક્ષિત અને સુગમ વિકલ્પ તરીકે ટેકો આપે છે જે આધુનિક જીવનશૈલી સાથે સ્વીકાર્ય છે.
લોન્ચ પર ટિપ્પણી કરતા ગોદરેજ ફૂડ્ઝ લિમીટેડના સીઇઓ અભય પાનરેકરએ જણાવ્યું હતુ કે,“ જેમ જેમ ફ્રોઝન નાસ્તાની શ્રેણી ભારતમાં સતત વધી રહી છે, તેમ STTEM 2.0 રિપોર્ટ ઉપભોક્તાની પસંદગીઓ અને ધારણાઓ અંગેની અમારી સમજણને વધુ ગાઢ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ગ્રાહકો શું અનુભવે છે, તેઓ શું વિચારે છે અને તેઓ અમારા ઉત્પાદનો વિશે કેટલા જાગૃત છે તેની આંતરદૃષ્ટિ મેળવીને, અમે અમારી ઓફરિંગમાં સતત સુધારો કરી શકીએ છીએ. આ અહેવાલ અમને ગ્રાહકોની જરૂરિયાતો અને અપેક્ષાઓ સાથે વધુ સારી રીતે સંરેખિત કરવામાં મદદ કરે છે, જે માત્ર ઉદ્યોગને જ ફાયદો કરાવે છે એટલું જ નહીં પરંતુ બજારમાં ગોદરેજ ફૂડ્સની સ્થિતિને પણ મજબૂત બનાવે છે, વધુ વિશ્વાસ અને અમારી ફ્રોઝન નાસ્તાની શ્રેણીની માંગમાં વધારો કરે છે.”
બદલાતી જીવનશૈલી અને તહેવારો ફ્રોઝન સ્નેક્સની વધતી જતી સ્વીકૃતિને પ્રભાવિત કરે છે
અભ્યાસ ભારતીય ઘરોમાં ફ્રોઝન નાસ્તાની વૈવિધ્યતાને છતી કરે છે. ભોજન વચ્ચે ઝડપી બટકાથી લઈને સંપૂર્ણ ભોજનના ઉકેલ સુધી, 53%થી વધુ ભારતીયો તેમના દૈનિક આહારમાં ફ્રોઝન નાસ્તાનો સમાવેશ કરે છે. આ વધતું વલણ ભારતમાં નાસ્તાના પ્રસંગોની વિવિધતાને પ્રતિબિંબિત કરે છે, કારણ કે ગ્રાહકો તેમની વ્યસ્ત જીવનશૈલીને અનુરૂપ અનુકૂળ અને સ્વાદિષ્ટ વિકલ્પો શોધે છે.
દરેક ક્ષણ માટે નાસ્તો છે અને દરેક નાસ્તા માટે ક્ષણ છે; દિવાળી અને ઈદની ભવ્ય ઉજવણીથી માંડીને એક વ્યક્તિગત પર્વ-નિહાળવાના સત્રના શાંત આરામ સુધી, STTEM 2.0 વિવિધ પ્રસંગોને ઉજાગર કરે છે જે નાસ્તાના વપરાશને પ્રોત્સાહન આપે છે. એકસાથે, આ આંતરદૃષ્ટિ દર્શાવે છે કે કેવી રીતે ભારતના આધુનિક રાંધણ લેન્ડસ્કેપમાં નાસ્તો સમગ્ર વસ્તી વિષયક ચોક્કસ ઘટનાઓ સ્થિરતાની વધતી જતી સ્વીકૃતિ અને એકીકરણ તરફ દોરી રહ્યો છે.
પાંચ સ્તંભો (STTEM)માં મુખ્ય ઉપભોક્તા અંશો નીચે મુજબ છે:
- 40% અમદાવાદીઓ ફ્રોઝન સ્નેક્સને સ્ટાર્ટર અથવા એપેટાઇઝર તરીકે માણવાનો દાવો કરે છે
- અમદાવાદના 33% લોકો દિવસમાં 2-3 વખત નાસ્તો કરે છે
- અમદાવાદના 77% લોકો સહમત છે કે તેમની નાસ્તાની ફ્રીક્વન્સી વધી છે
- અમદાવાદના 57% લોકો માને છે કે કોઈપણ પ્રકારની પાર્ટી માટે ફ્રોઝન સ્નેક્સ હોવું જરૂરી છે
- અમદાવાદના 80% લોકો શાકાહારી નાસ્તાની જાતો પસંદ કરે છે
- અમદાવાદીઓ ફ્રેન્ચ ફ્રાઈસ પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ કરે છે અને 58% લોકોએ આ બટાટા આધારિત નાસ્તો પસંદ કર્યો છે.
STTEM – સલામતી, ટેકનોલોજી, સ્વાદ, સરળતા અને મૂડ અપલિફ્ટર’ – ગોદરેજ યુમ્મીઝ દ્વારા ભારતના ફ્રોઝન સ્નેક્સ રિપોર્ટમાં મુંબઈ, દિલ્હી એનસીઆર, પુણે, અમદાવાદ, જયપુર, લખનૌ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગલુરુ જેવા 16 શહેરોમાં 2000થી વધુ લોકોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે.