Ahmedabad: જૂનાગઢના યુવકને ડેટિંગ એપનો ઉપયોગ કરવો પડ્યો ભારે

Rudra
By Rudra 1 Min Read

અમદાવાદ : આજકાલ લૂંટના બનાવોમાં નવા કિમિયાનો ઉપયોગ કરતા લોકોના કિસ્સા જોવા મળી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરના બોડકદેવ પોલીસ દ્વારા અપહરણ અને લૂટ કેસમાં ધરપકડ ત્રણ લોકોની ધરપકડ કરી છે જેમના નામ સ્વપ્નિલ દેસાઈ, આયુષ રબારી અને આર્યન દેસાઈ છે. આ આરોપીએ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી એક યુવકને મળી તેનું અપહરણ કરી લૂંટી લીધો હતો.

અમદાવાદમાં એક યુવકને એપ્લિકેશનથી મિત્ર બનેલા શખ્સોએ લૂંટવામાં આવ્યો છે. આરોપીઓએ લૂંટના ઇરાદે યુવકનું અપહરણ કરી ગાડીમાં લઈને પૈસા પડાવ્યા. જો કે રોકડ પૈસા ન મળતા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. બોડકદેવ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે. ઘટનાની વાત કરીએ તો જૂનાગઢનો રહેવાસી પૂજન વસોયા અમદાવાદના થલતેજ વિસ્તારમાં મિત્રો સાથે ભાડે રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત 8 સપ્ટેમ્બરના રાત્રે પૂજન જમીને સિંધુભવન રોડ પર બેસવા જઈ રહ્યો હતો, ત્યારે બાગબાન ચાર રસ્તા પાસે એક કાર ઉભી હતી તે કારના ચાલકે પૂજનનો હાથ ખેંચી તેને જબરજસ્તી ગાડીમાં બેસાડી લઈ ગયા હતા.

Share This Article