અમદાવાદ: ઇન્દિરા આઈવીએફે અમદાવાદના નિકોલમાં પોતાના નવા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. આ નવું સેન્ટર ખાસ કરીને તે દંપતિઓ અને વ્યક્તિઓ માટે ફર્ટિલિટી સંબંધિત વિશિષ્ટ સારવાર અને મેડિકલ કેર સેવાઓ પ્રદાન કરશે, જેમને માતા-પિતા બનવામાં સહાયની જરૂર છે. આ વિસ્તરણનો હેતુ ફર્ટિલિટી સોલ્યુશન ઇચ્છતા લોકોને આધુનિક સારવાર અને વ્યક્તિગત સહાય પ્રદાન કરીને પ્રજનન આરોગ્ય સેવાઓથી ના મળવાની સમસ્યાને દૂર કરવાનો છે.
ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય શ્રી, દસ્કરોઈ વિધાનસભા બાબુભાઈ જે. પટેલ, વિશિષ્ટ અતિથિ તરીકે આઈએમએ સંયુક્ત સચિવ ડૉ. દિલીપ ગઢવી, સિનિયર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઇન્દિરા આઈવીએફ અમદાવાદ ડૉ. પાર્થ ડી. જોશી અને સેન્ટર હેડ નિકોલ ડૉ. વિશ્વા રાવ સહિત ઇન્દિરા આઈવીએફના મુખ્ય ફર્ટિલિટી નિષ્ણાતો હાજર રહ્યા.
ઇન્દિરા આઈવીએફ આ નવા સેન્ટર સાથે ભારતમાં ફર્ટિલિટી કેરને દેશના દૂર-દરાજના વિસ્તારોમાં ઉપલબ્ધ કરાવવાના પોતાના લક્ષ્યને પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ઇન્દિરા આઈવીએફ અસિસ્ટેડ રીપ્રોડક્ટિવ ટેકનોલોજી (ART)ની નવીનતમ ટેકનિકોને અપનાવીને, નિ:સંતાનતાની સમસ્યાથી પીડાતા તે વિસ્તારોના દંપતિઓ સુધી ફર્ટિલિટી સારવાર ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યાં અત્યાર સુધી આ સેવાઓ સુધી પહોંચવું મુશ્કેલ હતું.


ઇન્દિરા આઈવીએફના મેનેજિંગ ડિરેક્ટર અને કો-ફાઉન્ડર નિતિજ મુર્દિયાએ આ અવસરે ફર્ટિલિટી કેરના વિસ્તરણના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે આજના સમયમાં નિ:સંતાનતા એક ગંભીર ચિંતાનો વિષય બની રહી છે, પરંતુ હજુ પણ ઘણા લોકો માટે વિશિષ્ટ ફર્ટિલિટી ટ્રીટમેન્ટ ઉપલબ્ધ નથી. નિકોલમાં નવા સેન્ટરની સ્થાપના સાથે, અમારો હેતુ જરૂરિયાતમંદ દંપતિઓ સુધી અસરકારક ફર્ટિલિટી સોલ્યુશન ઉપલબ્ધ કરાવવાનો છે. ઇન્દિરા આઈવીએફમાં અમારું ધ્યાન માત્ર નવીનતમ પ્રજનન ચિકિત્સા ટેકનિકોના ઉપયોગ પર જ નહીં, પરંતુ દરેક દર્દીને વ્યક્તિગત કાળજી અને સંપૂર્ણ સારવાર પ્રદાન કરવા પર પણ રહે છે. અમારો લક્ષ્ય નિષ્ણાતતા અને નવીનતાના માધ્યમથી દંપતિઓના માતા-પિતા બનવાના સપનાને પૂર્ણ કરવામાં મદદ કરવાનો છે.
સિનિયર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઇન્દિરા આઈવીએફ, અમદાવાદ ડૉ. પાર્થ ડી. જોશીએ કહ્યું કે અસરકારક ફર્ટિલિટી કેર માટે સચોટ નિદાન, ઉન્નત સારવાર અને સમર્પિત આધુનિક ટેકનિક્સ ની જરૂરિયાત હોય છે. અમારું નવું સેન્ટર નવીન ટેકનિકોથી વૈજ્ઞાનિક આધાર પર પ્રમાણિત સારવાર પ્રદાન કરવા માટે તૈયાર છે.


ઇન્દિરા આઈવીએફ નિકોલ સેન્ટર હેડ ડૉ. વિશ્વા રાવે કહ્યું કે અમારી નિષ્ણાત ટીમ અને દર્દી-કેન્દ્રિત દ્રષ્ટિકોણ સાથે, અમે દરેક દંપતિને તેમની જરૂરિયાત મુજબ સારવાર પ્રદાન કરવા અને સફળતા દર વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.
ઇન્દિરા આઈવીએફ દ્વારા અત્યાર સુધી 160,000થી વધુ સફળ આઈવીએફ પ્રેગ્નન્સી થઈ ચૂકી છે અને દેશભરમાં 160થી વધુ સ્થળોએ સારવાર સેવાઓ પ્રદાન કરી રહ્યું છે. નિકોલમાં નવું સેન્ટર સ્થાપિત કરીને ઇન્દિરા આઈવીએફ ફર્ટિલિટી કેરને વધુ સુલભ બનાવવા માટેના પોતાના પ્રયાસોને મજબૂત કરી રહ્યું છે, જેથી વધુને વધુ લોકોને ગુણવત્તાયુક્ત અને વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત નિ:સંતાનતા સારવાર મળી શકે.
ઇન્દિરા આઈવીએફ વિશે: ઇન્દિરા આઈવીએફ દેશ-વિદેશમાં 160થી વધુ સ્થળો સાથે ભારતનું સૌથી મોટું નિ:સંતાનતા સારવાર હૉસ્પિટલ નેટવર્ક છે, જ્યાં 3100થી વધુ કુશળ લોકો પોતાની સેવાઓ આપી રહ્યા છે. ઇન્દિરા આઈવીએફ દ્વારા એક વર્ષમાં લગભગ 45,000થી વધુ આઈવીએફ પ્રક્રિયાઓ કરવામાં આવે છે જે દેશમાં સર્વાધિક છે.


એક જવાબદાર લીડર તરીકે ઇન્દિરા આઈવીએફ દ્વારા નિ:સંતાનતા વિશેના માન્યતાઓ અને ખોટી માહિતી દૂર કરવાનો સતત પ્રયાસ કરવામાં આવે છે. ઇન્દિરા આઈવીએફ ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે પ્રતિભા વિકસાવવા અને નીખારવા માટે પણ પ્રતિબદ્ધ છે. ઇન્દિરા ફર્ટિલિટી એકેડમીના માધ્યમથી આ હેતુને આગળ વધારવા માટે સમાન વિચારધારા ધરાવતા સંગઠનો અને સંસ્થાઓ સાથે સહકાર કરે છે.
ડૉ. અજય મુર્દિયાએ 2011માં ઉદયપુર, રાજસ્થાનમાં ઇન્દિરા આઈવીએફની શરૂઆત કરી હતી.