અમદાવાદમાં આયોજિત ત્રણ દિવસીય લાઇફસ્ટાઇલ ફેસ્ટિવલમાં હંગ્રિટોની અનોખી રજૂઆત

Rudra
By Rudra 4 Min Read

અમદાવાદ : ગુજરાતના અગ્રણી અનુભવાત્મક પ્લેટફોર્મ હંગ્રિટોએ આજે ‘હેપિનેઝ આઇસક્રીમ પ્રસ્તુત હંગ્રિટો હાઇ સ્ટ્રીટ’ જે ૩૦ મે થી ૧ જૂન, ૨૦૨૫ સુધી અમદાવાદમાં આયોજિત ત્રણ દિવસીય લાઇફસ્ટાઇલ ફેસ્ટિવલ છે. સ્ટાર્ટ અપ ફાઉન્ડર ,બિઝનેસ ઓનર અને વિવિધ વ્યવસાયો આ ફેસ્ટિવલ માં ભાગ લઇ રહ્યા છે અને જેમાં પ્રખ્યાત કલાકારો તેમની કળા નું પ્રદર્શન કરશે જેમ કે પાર્થ ઓઝા અક્ષત પારીખ અને ગિરીશ ચાવલા.

ઇવેન્ટની મુખ્ય વિશેષતાઓ

હેપિનેઝ આઇસક્રીમ પ્રેઝન્ટ્સ હંગ્રિટો હાઇ સ્ટ્રીટમાં આ બધું હશે:

● સ્ટાર્ટઅપ ફાઉન્ડર, બિઝનેસ ઓનર અને અલગ અલગ વ્યવસાયો ના 120 થી વધુ ક્યુરેટેડ સ્ટોલ
● શોખીનો માટે 20 થી વધુ વિવિધ ફૂડ સ્ટોલ
● ઇન્ટરેક્ટિવ એક્ટિવિટી અને લાઈવ વર્કશોપ
● પ્રખ્યાત કલાકારોના લાઈવ મ્યુઝિક પર્ફોર્મન્સ
● આર્ટિસ્ટિક અનુભૂતિ આપતા સ્પેસિફિક ઝોન

કલાકારોના શાનદાર પ્રદર્શનો

ત્રણ દિવસીય ફેસ્ટિવલમાં અસાધારણ સંગીત પ્રતિભાઓ હશે:

● ૩૦ મે: પાર્થ ઓઝા, પ્રસિદ્ધ પ્લેબેક સિંગર, ગાયક અને પ્રદર્શક
● ૩૧ મે: અક્ષત પારીખ, પ્રખ્યાત ગાયક, સંગીતકાર અને બંદિશ બેન્ડિટ્સ, રાજાધિરાજના વોકલ કોચ
● ૧ જૂન: ગિરીશ ચાવલા, લોકપ્રિય કલાકાર અને મનોરંજક

“હંગ્રિટો હાઇ સ્ટ્રીટમાં પ્રદર્શન કરવા માટે હું ઉત્સુક છું, આ ફેસ્ટિવલ ગુજરાતની જીવંત સંસ્કૃતિ અને સર્જનાત્મક વિશેષતાઓની ઉજવણી કરે છે,” પાર્થ ઓઝાએ જણાવ્યું. “આવા ઇવેન્ટ્સ કલાકારોને પ્રેક્ષકો સાથે જોડાવા અને સ્ટાર્ટઅપ ફાઉન્ડર, બિઝનેસ ઓનર ને પ્રેરણા આપવા માટે અદભુત પ્લેટફોર્મ છે,હું આ ફેસ્ટિવલ ની શરૂઆત અવિસ્મરણીય અનુભવથી કરાવવાની આશા રાખું છું “

અક્ષત પારીખે ઉમેર્યું, “હંગ્રિટોએ ગુજરાતમાં અવનવી ઇવેન્ટો કરીને નવા માળખાઓ ઉભા કર્યા છે, અને હું હંગ્રિટો હાઇ સ્ટ્રીટનો ભાગ બનવા માટે ઉત્સાહિત છું. સંગીત, ખોરાક, ખરીદારી અને સમુદાયનો સંયોજન આને એક અનોખી ઉજવણી બનાવે છે. 31 મેના રોજ અમદાવાદના ઉત્સાહી લોકો માટે પ્રદર્શન કરવા માટે હું રાહ જોઈ શકતો નથી.”

ત્રણ દિવસના આ ફેસ્ટિવલમાં ગુજરાતના પ્રતિષ્ઠિત અને લોકલાડીલા પાર્થ ઓઝા દ્વારા અદ્ભુત પર્ફોર્મન્સ રજૂ કરવામાં આવશે. જે આ ફેસ્ટિવલ માટે પ્રથમ વખત ખાસ બનાવવામાં આવેલ એક નવીન EDM સિમ્ફની રજૂ કરશે.

વિશિષ્ટ મ્યુઝિકલ ઇનોવેશન

આ રોમાંચક કાર્યક્રમની શરૂઆત પ્રખ્યાત કલાકાર પાર્થ ઓઝા દ્વારા પ્રસ્તુત EDM સિમ્ફની થી થશે, જેમાં ઓર્કેસ્ટ્રા ગોઠવણી અને ઇલેક્ટ્રોનિક નૃત્ય સંગીત નું અદ્ભુત મિશ્રણ છે.આ પ્રીમિયર પર્ફોર્મન્સ ઓઝા દ્વારા પ્રસ્તુત એક સર્જનાત્મક કળા રજૂ કરે છે,જે આજ સુધી પ્રેક્ષકો સામે રજૂ કરવામાં આવેલ નથી.

જેમના “જોગણી જોગમાયા” જેવા સોંગને 6 મિલિયનથી પણ વધુ સારો પ્રતિસાદ મળ્યો છે.

“હું વર્ષોથી EDM સિમ્ફની ને પ્રસ્તુત કરવાની કલ્પના કરી રહ્યો છું , પારંપરિક સંગીત અને આધુનિક સંગીતનો સમન્વય રજૂ કરવા માટે હું આતુર છું” પાર્થ ઓઝા એ કહ્યું.

આ એક્સક્લુઝિવ પ્રથમ વખત રજૂ કરવામાં આવતું EDM સિમ્ફની નું પર્ફોમન્સ હંગ્રીટો હાઈ સ્ટ્રીટ ના વિઝનને પરિપૂર્ણ કરે છે.પ્રેક્ષકો એવી અપેક્ષા રાખી શકે છે કે તેમણે પહેલા ક્યારેય સાંભળ્યું નહીં હોય આ મારી કલાત્મક અભિવ્યક્તિ માટે એક સંપૂર્ણપણે નવું પરિમાણ.

“પાર્થના નવા EDM સિમ્ફની જેવા કલ્પનાત્મક વિચારને પ્રોત્સાહન આપવા ઇવેન્ટ નો ભાગ બનવું ખરેખર એક અદ્ભુત લાહવો છે ” અક્ષત પરીખ એ જણાવ્યું. હંગ્રીટોએ સર્જનાત્મક અભિવ્યક્તિ માટે એક અદ્ભુત પ્લેટફોર્મ બનાવ્યું છે અને હું આ ફેસ્ટિવલમાં મારી પોતાની સંગીતકળા ને પ્રદર્શિત કરવા માટે ઉત્સાહિત છું.

Share This Article