અમદાવાદ : શહેરના પ્રહલાદનગર રોડ પર આનંદનગર નજીક હરણી સર્કલ પાસે આવેલા દેવ ઓરમ કોમપ્લેક્સના આઠમા માળે આજે બપોરે લાગેલી ભયંકર આગને પગલે સમગ્ર કોમ્પલેક્સ અને વિસ્તારમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને આગમાં ફસાયેલા લોકોની ચિચિયારીઓ અને બચાવવા માટે ચીસાચીસના કારણે વાતાવરણ એક તબક્કે ડરામણું અને ગમગીન બની ગયું હતું .જો કે, ફાયરબ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ બહુ જ ગંભીર પ્રકારના અને કપરા એવા આ ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડી ૧૦૦થી વધુ લોકોને બચાવી લીધા હતા. જો કે, ૧૩થી ૧૪ લોકો આગના ધુમાડાના કારણે બેભાન-અર્ધબેભાન થઇ જતાં તેઓને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જેમાં એકની હાલત નાજુક મનાઇ રહી છે. જો કે, આ આગની દુર્ઘટનાને પગેલ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. કલાકોની ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો સતત મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. ફાયરબ્રિગેડ વિભાગે આજે બહુ પ્રશંસનીય રીતે સમગ્ર ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડયું હતું. જો કે, આગની આ દુર્ઘટનાના કેસમાં ગંભીર વાત એ સામે આવી હતી, બીયુ પરમીશન મળ્યા બાદ બિલ્ડીંગમાં જે ઇન્ટર્નલ ચેન્જ કરવામાં આવે છે તેનું પરિણામ આજે સભ્યોએ ભોગવ્યું હતું. વળી, દેવ ઓરમ કોમ્પલેક્સના જવાબદારોએ ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરાય તેવી સ્થિતિમાં સાધનો રાખ્યા નહી હોવાનું સામે આવ્યું હતું.
દરમ્યાન એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે આ અંગે જણાવ્યું હતું કે, શહેરના પ્રહલાદનગર રોડ પર આનંદનગર નજીક હરણી સર્કલ પાસે આવેલા દેવ ઓરમ કોમ્પલેક્સમાં આજે બપોરે શોર્ટ સર્કીટના કારણે અચાકન ભીષણ આગ ફાટી નીકળી હતી. જાતજાતામાં આગ અન્ય માળો સુધી પ્રસરી હતી અને કોમ્પ્લેક્સના ૧૦૦થી વધુ લોકો તેમાં ફસાઇ ગયા હતા. ચારેકોર બચાવવા માટેની ચીસાચીસ અને ચિચિયારીઓ સંભળાતી હતી. ખાસ કરીને મહિલાઓ અને બાળકો તો રીતસરના રોકકળ કરતાં અને હાંફળાફાંફળા થઇ નાસભાગ સાથે જીવ બચાવવા દોડતા જાવા મળ્યા હતા. તો કોમ્પલેક્સમાં આઠમા માળ સહિતના માળ પર ફસાયેલા લોકો મદદ માટે બૂમો પાડતા હતા. આગના બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ૧૨થી વધુ ગાડીઓના કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરની ટીમે આગ લાગેલા જુદા જુદા માળો પરથી ફસાયેલા લોકોને બહાર કાઢવા બચાવ કામગીરી આરંભી હતી. જેમાં હાઈડ્રોલિક ક્રેઈનનો પણ ઉપયોગ કર્યો હતો.
કોમ્પલેક્સમાં અનેક લોકો ફસાયા હતા. ધુમાડોને પગલે ફસાયેલા લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. આગની જવાળાઓ અને ધુમાડાઓ દૂર દૂર સુધી નજરે પડતા હતા. કોમ્પલેકસમાં આગની દુર્ઘટનામાં ફસાયેલા ૧૦૦થી વધુ લોકોને ફાયરબ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ રેસ્કયુ કરીને બહાર કાઢયા હતા અને તેમને બચાવી લીધા હતા. જેને પગલે સ્થાનિક લોકો અને ત્યાં ઉમટી પડેલા લોકોએ ભારે રાહતનો દમ લીધો હતો. જા કે, આગના ધુમાડા અને ગૂંગળામણના કારણે ૧૩થી ૧૪ લોકો આગના ધુમાડાના કારણે બેભાન-અર્ધબેભાન થઇ જતાં તેઓને સોલા સિવિલ હોÂસ્પટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બીજીબાજુ, ફાયરબ્રિગેડના ૫૦થી વધુ જવાનોએ પાણીનો સતત મારો ચલાવી કલાકોની ભારે જહેમત આગને કાબૂમાં લઇ લીધી હતી અને સમગ્ર પરિÂસ્થતિ થાળે પાડી હતી. ઘટનાની જાણ થતાં ૧૦૮ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડના જવાનોએ બહુ પ્રશંસનીય રીતે સફળતાપૂર્વક સમગ્ર ઓપરેશન પાર પાડયું હતું, જે કાબિલેતારીફ કહી શકાય.