અમદાવાદ ક્રાઇમ બ્રાંચે આર્મીના નકલી દસ્તાવેજો ઉપર ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને જેમાં આરોપીના ઘરે તપાસ કરતા વધુ ૫૫૬ લાઇસન્સ ક્રાઈમ બ્રાન્ચે કબ્જે કર્યા છે.. જેમાં આરોપીઓ પાસે થી વધુ નકલી કેન્ટીન કાર્ડ પણ કબ્જે કરવામાં આવ્યું છે..ત્યારે મુખ્ય આરોપી પકડવા ક્રાઇમ બ્રાંચની ટીમ જમ્મુ કશ્મીર જવા રવાના થશે.જમ્મુ કશ્મીરના સંવેદનશીલ વિસ્તાર એવા ઉરી,પુલવામા,અંતનનાગ બારામુલા જેવી જગ્યા ના આર્મી કેન્ટોલમેન્ટ ના સરનામા ઉપર જમ્મુ ના લોકો ને ગાંધીનગર થી લાયસન્સ બનાવી આપવાના કેસમાં તપાસમાં વધુ દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યું છે. જેમાં બને આરોપીઓના ઘરે સર્ચ કરતા બીજા ૫૫૬ લાઇસન્સ કબ્જે કર્યા છે.જે તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો ૫ હજાર થી લઈ ૨૦ હજાર સુધી રૂપિયા લઈ ને બનાવી આપતા હતા..તપાસ માં જમ્મુ ના ૩ આરોપી અશફાક, નઝીર,વસીમ અને ગાંધીનગર RTO ના ૩ વચોટીયા હિતેષ, રામસિંગ અને દિવ્યાંગ નું નામ પણ તપાસ માં આવ્યું છે..ત્યારે જમ્મુ જવા માટે એક ટીમ તૈયાર છે.વાત એમ હતી કે મિલેટ્રી ઇન્ટેલિજન્સ પુનાથી અમદાવાદ ક્રાઇમ બ્રાંચને માહિતી આપવામાં આવી હતી જેના આધારે તપાસ કરતા ગાંધીનગર RTO માં ફરજ બજાવતા સંતોષ ચૌહાણ અને ધવલ રાવત નામના એજન્ટની ધરપકડ કરવામાં આવી હતી.. આ એજન્ટો છેલ્લા ત્રણ વર્ષથી આર્મીના નકલી દસ્તાવેજો ઉપર લાઇસન્સ બનાવ્યા હતા..અત્યાર સુધીમાં ૨ હજારથી વધુ જમ્મુ કશ્મીરના રહીશોના લાઇસન્સ બનાવ્યા છે.આ લાઇસન્સ બનાવવા પાછળ આતંકી પ્રવૃતિ માટે ઉપયોગ કરતા હોવાની આંશક લઈ જમ્મુ કશ્મીરમાં તપાસ શરૂ કરાઇ છે.
નોંધનીય છે કે તપાસ માં એ પણ સામે આવ્યું છે કે ગાંધીનગર RTO ના કલાર્ક ની સંડોવણી પણ છે. જે ફરાર વચોટીયા ૩ આરોપીઓ ને પોતાનું પાસવર્ડ આપી ને લાઇસન્સ અપલોડ કરાવ્યા છે..આ મામલે ક્રાઈમ બ્રાન્ચે રાષ્ટ્રીય એજન્સી ની પણ મદદ લીધી છે અને જમ્મુ ના ૩ લોકો ની ધરપકડ બાદ અન્ય ખુલાસાઓ સામે આવશે.