અમદાવાદ : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, શહેરના વિવિધ વિસ્તારમાં બાળકો પાસે ભીખ મગાવાના રેકેટ ને પકડવામાં આવ્યું છે, ક્રાઇમ બ્રાન્ચે વધુ ૧૦ બાળકોને રેસ્કયૂ કર્યા છે. આ તમામ બાળકોને તબીબી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીના આદેશથી આ બાળકોનું પુનર્વસન કરવાની પ્રક્રિયા પણ શરુ કરાઇ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા બચાવેલા આ તમામ બાળકોને તબીબી તપાસ માટે દાખલ કરાયા છે સાથેજ તેમના કસ્ટોડિયન અને વચેટિયા સામે કેસ નોંધવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. રેસ્ક્યૂ કરાયેલા બાળકોને શાળામાં દાખલ કરવામાં આવશે.
અનંત નેશનલ યુનિવર્સિટીએ બે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું
અમદાવાદ : અનંત નેશનલ યુનિવર્સિટીએ તાજેતરમાં જ બે સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ‘ધ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઈન્ડિજિનિયસ નોલેજ...
Read more