અમદાવાદ : દુબઈમાં યોજાયેલ મિની ઓક્શનમાં ઈતિહાસ રચાયો હતો.T20 ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪ ની મિની હરાજી ૧૯મી ડિસેમ્બરે પૂર્ણ થઈ હતી. જેમાં ૧૫૫ ખેલાડી પર બોલી લગાવવામાં આવી હતી. ૭૨ ખેલાડીઓ Sold થયા હતા. ત્યારે આઈપીએલમાં પ્લેયર ઓક્શન આ ગુજરાતી ક્રિકેટર્સને ફળ્યું છે. અમદાવાદના યુવા ક્રિકેટર સૌરવ ચૌહાણની IPL 2024 માટે પંસદગી થઈ છે. આરસીબીએ અમદાવાદના સૌરવ ચૌહાણને ૨૦ લાખ રૂપિયામાં ખરીદ્યો છે. IPL 2024 ના ઓક્શનમાં ગુજરાતી ક્રિકેટર સૌરવ ચૌહાણની લોટરી લાગી છે. અમદાવાદમાં ફાયર બ્રીગેડના કર્મચારીનો પુત્ર સૌરવ ચૌહાણ હવે વિરાટ કોહલી સાથે રમશે. રાજસ્થાન રોયલ્સ (આરસીબી) એ તેને ૨૦ લાખ રૂપિયામાં ખરીદ્યો છે. સૌરવ લેફ્ટ હેન્ડેડ બેસ્ટમેન છે. આઈપીએલમાં સૌરવ ચૌહાણની આ પહેલી એન્ટ્રી છે. તેઓએ અત્યાર સુધી આઈપીએલમાં એક પણ મેચ રમ્યા નથી. આ બેટ્સમેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. અમદાવાદના MODII સ્ટેડિયમના ગ્રાઉન્ડસમેનના પુત્ર સૌરવે અરુણાચલ પ્રદેશની ટીમ સામે આ વિસ્ફોટક ઈનિંગ રમીને પોતાની હિટિંગ ક્ષમતા સાબિત કરી હતી. સૌરવે માત્ર ૧૩ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરીને મેઘાલયના અભય નેગીનો રેકોર્ડ તોડ્યો હતો. જેણે વર્ષ ૨૦૧૯માં મિઝોરમ સામે ૧૪ બોલમાં અર્ધસદી ફટકારી હતી. સૌરવની બેટિંગના કારણે ગુજરાતની ટીમે માત્ર ૮ ઓવરમાં અરુણાચલના ૧૨૭ રનના સ્કોરનો પીછો કરી લીધો હતો. સૌરવ ચૌહાણની રાજસ્થાન રોયલ્સમાં એન્ટ્રીથી ટીમને બેટિંગ પાવર મળશે. સૌરવ નંબર ૩ પર ઇઝ્રમ્ માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. જ્યારથી વિરાટે ઓપનિંગ શરૂ કરી છે ત્યારથી નંબર ૩ ટીમ માટે મુશ્કેલ પાઠ બની ગયો છે. આવી સ્થિતિમાં સૌરવ ૈંઁન્ ૨૦૨૪માં ઇઝ્રમ્ માટે નંબર ૩ પર રમતા જાેવા મળી શકે છે.
TOTO ને વિશ્વની ટોચની 500 ટકાઉ કંપનીઓમાં સ્થાન મળ્યું
સેનિટરીવેર અને બાથરૂમ ઇનોવેશનમાં વૈશ્વિક અગ્રણી TOTO ને TIME મેગેઝિન દ્વારા "વિશ્વની સૌથી ટકાઉ કંપનીઓ 500" માં સ્થાન આપવામાં આવ્યું...
Read more