કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરીને તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી
અમદાવાદ : ચીનમાં બાળકોમાં ફેલાયેલી ભેદી બીમારીએ દુનિયની ચિંતા ફરી વધારી છે,ત્યારે ભારત સરકાર આ મામલે એકશનમાં આવી છે. કેન્દ્ર સરકારે આ અંગે એડવાઈઝરી જાહેર કરીને તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી છે. તમામ રાજ્યોને હોસ્પિટલ્સ સહિતની એ વ્યવસ્થા કરી રાખવા સૂચના આપવામાં આવી છે, જેવી કોરોના કાળ દરમિયાન કરવામાં આવી હતી. ચીનમાં બાળકોમાં ફેલાઈ રહી રહસ્યમયી બીમારીને લઈને કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સાવચેતીના સંદર્ભમાં શ્વાસની બિમારીઓ સામે સજ્જતાના પગલાંની સમીક્ષા કરવાનો ર્નિણય લીધો છે, ત્યારે છસ્ઝ્ર પણ પાછળ નથી. ચીનમાં ફેલાયેલા નવી બીમારીને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ પણ સતર્ક થઈ છે. શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને શ્વસન સંબંધી બીમારીના કેસોમાં વધારો થાય છે, ત્યારે ભારત સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. હાલમાં તો ચીનમાં દેખાયેલા વાયરસના કેસો ગુજરાતમાં દેખાયા નથી, પરંતુ અમદાવાદ સોલા સિવિલમાં બાળકોની ઓપીડીમાં વધારો થયો છે. જેમાં શરદી-ઉધરસના કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more