અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ૩૧ પીઆઈની આંતરિક બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે, અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા ૩૧ પીઆઈની આંતરિક બદલીઓ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે, ત્યારે સારી કામગીરી કરનાર અધિકારીઓને સારી જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યું હોવાની વાત પણ સામે આવી છે, અમદાવાદ શહેરમાં રથયાત્રા બાદ બદલીઓ આવશે તે વાતે જાેર પકડયું હતુ, ત્યારે ૧૫ ઓગસ્ટના પર્વ બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે પીઆઈઓની આંતરિંક બદલી કરી દીધી છે અને ખુશીનો માહોલ શહેર પોલીસમાં જાેવા મળ્યો છે.
અમદાવાદ શહેરમાં ૩૧ પીઆઈની બદલી કરવામાં આવી છે જેમાં પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, ઈઓડબ્લયું, એસસીએસટીસેલ, ટ્રાફિક, કંટ્રોલરૂમ સહિતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરને હવે પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યું છે તો કેટલાક વિવાદમાં આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરને કંટ્રોલરૂમ અથવા તો અન્ય જગ્યાએ બદલી કરવામાં આવી છે. અમારી સ્પેશિયલ સ્ટોરી પોલીસ પંચાતમાં પણ અમે આ મુદ્દો ઉઠાવ્યો હતો જેમાં અમે માહિતી આપી હતી કે આ મહિનામાં એટલે કે ઓગસ્ટ મહિનામાં પીઆઈની બદલી આવશે, ત્યારે અમારી આ માહિતી પણ સાચી નીકળી છે.