પોલીસને ધમકીભર્યો ઈમેલ મળતાં એરપોર્ટ પર સઘન ચેકીંગ હાથ ધરાયું
અમદાવાદ : ફરી એકવાર અમદાવાદ એરપોર્ટને મળી છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. આ ધમકીને કારણે એરપોર્ટ પર અફરાતરફી જેવો માહોલ સર્જાયો હતો. એરપોર્ટ પર બોમ્બ હોવાના મેસેજની ચર્ચાએ જાેર પકડતા પેસેન્જર્સ પણ આઘાપાછા થતાં જાેવા મળ્યાં. આજે સવારે અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની પોલીસને મળી ધમકી મળી હતી. જેને કારણે પોલીસ તંત્ર પણ સફાળુ જાગ્યું હતું. અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો પોલીસને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. જેના પગલે પોલીસે એરપોર્ટ પર ચેકીંગ કર્યું હતું. જાેકે, ચેકિંગ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. અમદાવાદ પોલીસને આજે અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. પરિણામે પોલીસે અમદાવાદ એરપોર્ટ પર ચેકિંગ હાથ ધર્યું હતું. જાેકે, રાહતની વાત એ છે કે, એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. તેમ છતાં પણ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જાેકે, પોલીસ દ્વારા સમગ્ર મામલાની જીણવટ ભરી તપાસ કરવામાં આવી. પોલીસની સઘન તપાસમાં બોમ્બની ધમકીની વાત અફવા હોવાનું ખુલ્યું છે. બૉમ્બ સ્કોડ અને પોલીસની ટીમે અમદાવાદ એરપોર્ટ પર સર્ચ ઓપરેશન કર્યું છે. પોલીસની તપાસમાં બોમ્બની અફવા હોવાનું ખુલ્યું છે. એરપોર્ટ પોલીસે અફવાને લઈને ફરિયાદ નોંધી છે.
આણંદમાં શખ્સે ઓફિસમાં કામ કરતી યુવતીને કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યું
આણંદ : વિદ્યાનગરના જનતા ફાટક પાસે એવરેસ્ટ ઓવરસીઝના માલિકે તેની ઓફિસમાં કામ કરતી યુવતીને કોલ્ડ્રિંક્સમાં નશાકારક પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચર્યું...
Read more