સિદ્ધપુરમાં કારતકના મેળામાં ચકડોળનો ડબ્બો અચાનક ખુલી જતાં ૩ ને ઈજા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

પાટણ : પાટણના સિદ્ધપુરમાં હાલ ચાલી રહેલા કાત્યોકના મેળામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મેળામાં ચાલુ રાઈડ્‌સનો ડબ્બો અચાનક ખૂલી ગયો હતો. જેથી અંદર બેસેલા માતા-પુત્રી અને પુત્ર બહાર ફંગોળાયા હતા. ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ પાટણના સિદ્ધપુરમાં કાર્તિકી મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં દૂરદૂરથી લોકો આવી રહ્યાં છે. ત્યારે શનિવારે સાંજે ટોરાટોરા નામની રાઈડમાં અચાનક ચાલુ રાઈડમાં એક બોક્સ ખુલી ગયુ હતું. ચાલુ રાઈડ્‌સે ડબ્બો ખુલ્લી જતા માતા-પુત્રી અને પુત્ર ફંગોળાયા હતા અને ત્રણેયને ગંભીર ઈજા પહોંચી છે. મેળામાં સર્જાયેલી આ દુર્ઘટનાથી અફરાતફરી સર્જાઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખસેડાયા હતા. સાથે જ રાઈડ્‌સના સંચાલકોની ગંભીર બેદરકારી પણ સામે આવી છે. મેળો શરૂ કરતા પહેલા રાઈડ્‌સ બરાબર છે કે નહિ તે ચેક કરી લેવાની જવાબદારી પણ સંચાલકોની હોય છે. શું મેળા પહેલા રાઈડ્‌સનું મેઈનટેનન્સ કરવામાં આવ્યું હતું. અમદાવાદના કાંકરિયા લેકમાં પણ થોડા સમય પહેલા જ આવી જ એક દુર્ઘટના સર્જાઈ હતી.

Fair Accident
Share This Article