અમદાવાદ : અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ હાલમાં એક્શનના મોડમાં છે અને ટ્રાફિક નિયમોને જોરદાર રીતે પાળી રહી છે. સાથે સાથે ભુલ કરનારને દંડ પણ ફટકારવામાં આવી રહ્યા છે. હાલમાં જ એવું પણ જાણવા મળ્યું છે કે જે લોકોને દંડ થઇ રહ્યા છે તે પૈકીના અડધાથી વધુ લોકો ટ્રાફિક સિગ્નલ પર કઇ જગ્યાએ રોકાવું જોઇએ તે અંગેની પણ માહિતી નથી. આ પ્રકારથી દંડ વધુ થઇ રહ્યો છે.
૧૫મી એપ્રિલથી લઇને ૨૯મી જુલાઈ વચ્ચેના ગાળામાં જુદા જુદા ગુનાઓ બદલ મોટી સંખ્યામાં કેસો નોંધાયા છે. સ્ટોપ લાઈન ક્રોસ કરવાના મામલામાં ૧૬૭૯૨ કેસ નોંધાયા છે અને ૧૮૫૨૨૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. આવી જ રીતે ઓવરસ્પીડિંગ, બીઆરટીએસ લેનમાં ડ્રાઇવિંગ કરવા, બાઇક ઉપર ત્રણ લોકોની સવારી, રોંગ સાઇડ ઉપર ડ્રાઇવિંગ, ફેન્સી નંબર પ્લેટ, ડાર્ક ફિલ્મનો ઉપયોગ કરવા, ડ્રાઇવિંગ કરતી વેળા મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા જેવા કેસો નોંધાયા છે.
આ તમામ મામલામાં મોટી સંખ્યામાં કેસો નોંધાયા છે. એક અગ્રણી અંગ્રેજી અખબારે આ અંગેની માહિતી વિસ્તારપૂર્વક પ્રકાશિત કરી છે. બીઆરટીએસ લેનમાં ડ્રાઇવિંગના ૬૧૦ કેસ નોંધાઈ ચુક્યા છે. રોંગ સાઇડ ઉપર ડ્રાઇવિંગના ૪૪ કેસો બન્યા છે. ગેરકાયદે પા‹કગના મામલામાં ૧૩૮૬૮ કેસ નોંધાઈ ચુક્યા છે. ગેરકાયદે પાર્કિંગ કરવા બદલ ૧૫૧૭૯૫૦ રૂપિયાનો દંડ કરવામાં આવી ચુક્યો છે. ૨૩મી જુલાઈથી લઇને ૮મી જુલાઈ વચ્ચેના ગાળામાં પા‹કગના ગાળામાં ઉલ્લેખનીય કામગીરી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ કાર્યવાહી હજુ આગામી દિવસોમાં જારી રહી શકે છે.
૧૭મી જુલાઈથી લઇને ૧૮મી જુલાઈ દરમિયાન બે દિવસ સુધી સ્ટોપ લાઈનને લઇને જાગૃત્તિ ઝુંબેશ લોકો માટે ચલાવવામાં આવી હતી. હજુ મોટાભાગના લોકો મૂળભૂત નિયમો પાળી રહ્યા નથી. સ્ટોપ લાઈન એક પ્રકારની માર્કિંગ લાઈન છે જે લોકોને જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવે છે. મોટાભાગના લોકો ખાસ કરીને શહેરના પશ્ચિમી ભાગમાં રહેતા લોકો વાહન ચલાવતી વેળા ક્યાં રોકાવું જોઇએ તે અંગે માહિતી ધરાવતા નથી. ટ્રાફિક સિગ્નલ પર યોગ્ય જગ્યાએ રોકાતા નથી. જ્યારે પૂર્વ ક્ષેત્રમાં રહેતા લોકો પ્રમાણમાં ટ્રાફિકના નિયમો પાળી રહ્યા છે.