અમદાવાદ : અમદાવાદ શહેર અને જિલ્લાની પોસ્ટઓફિસોના હજારથી વધુ ગ્રામીણ ડાક સેવકના કર્મીઓએ આગામી તા.૧૮ ડિસેમ્બરે જાહેર કરાયેલી હડતાળમાં જોડાવાનું એલાન કરતાં શહેરમાં અને જિલ્લાની પોસ્ટ વિભાગનું કામઠપ થઇ જવાની શક્યતા છે. પોસ્ટવિભાગના ગ્રામીણ ડાકસેવકોની હડતાળને પગલે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ અસર જાવા મળશે. બાકી શહેરી વિસ્તારમાં પોસ્ટઓફિસનુંરૂટીન કામગીરી ચાલુ રહેશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. ભારત ભરમાં પોસ્ટ વિભાગના કર્મીઓના કેટલાક પડતર પ્રશ્નોમાં ખાસ કરીને હજુ સુધી સાતમા નાણાંપંચનો પણ લાભ ન મળવાથી તેમના નેશનલ યુનિયન દ્વારા આપેલી દેશવ્યાપી હડતાળના સમર્થનમાં શહેરમાં આવેલી પોસ્ટના કર્મીઓ જોડાશે. પોતાનાં કામથી દૂર રહીને અચોક્કસ મુદતની હડતાળ પર જશે.
નેશનલ યુનિયન ઓફ ગ્રામીણ ડાક સેવકદ્વારા સેવન્થ પે કમિશન સહિતની પડતર માગણીઓનો નિકાલ ન આવતાં શહેર અને જિલ્લાનીપોસ્ટ ઓફિસોના ૧૦૦૦થી વધુ કર્મચારીઓ આગામી તા.૧૮ ડિસેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળપર જશે, જેના કારણે અમદાવાદ જીલ્લાની પોસ્ટઓફિસોમાં કામકાજ ઠપ થઈ જશે. આ અંગે નેશનલ યુનિયન ઓફ ગ્રામીણ ડાક સેવકના સેક્રેટરીએ.જી.પરમારે જણાવ્યું હતું કે, અમારા યુનિયન હેડ ક્વાર્ટરના આદેશઅનુસાર તમામ શહેર-જીલ્લાના કર્મચારીઓ તા.૧૮ ડિસેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળમાં જોડાશે.સરકાર પાસે તેઓએ કુલ ૧૦ માગણીઓ મૂકી છે, જેમાં તમામ કર્મચારીઓને સેવન્થ પે કમિશન ચૂકવવું, કર્મચારીઓનેકાયમી નોકરી પર રાખવા, જ્યારે અમારા કર્મચારીઓ ૬પ વર્ષ સુધીનો કરી કરે તો તેમને ગ્રેજ્યુઈટી માત્ર પ૮ હજાર જ મળે છે.
જેની સામે પોસ્ટમાં કાયમી નોકરી કરતા કર્મચારીને રીટાયરમેન્ટ બાદ રૂ.૧પ લાખ જેટલી માતબર રકમ મળે છે. જેથી અમે સરકાર પાસે રૂ.પ લાખગ્રેચ્યૂઈટી મળે તેવી માગણી કરી છે. કર્મચારીઓને ૮ કલાકની નોકરી મળે વગેરે માગણીઓરજૂ કરી છે. ગ્રામીણ ડાક સેવક તરીકે કર્મચારીઓ ટપાલ વહનની કામગીરી કરે છે. નાના-નાના ગામડાઓમાં આવેલી ગ્રામીણ પોસ્ટ ઓફીસમાં ફરજ બજાવતા ગ્રામીણ ડાક સેવક દ્વારા ઓફીસની હિસાબી કામગીરી ઉપરાંત ટપાલ વિતરણને લગતી કામગીરી કરવાની હોય છે. આહડતાળની વધુ અસર ગ્રામ્ય વિસ્તારમાં જાવા મળશે, શહેરી વિસ્તારમાં પોસ્ટઓફિસની રૂટીન કામગીરી ચાલુ રહે તેવી શકયતા છે.