કૃષિ નિકાસ પોલિસી ઉપર ટૂંકમાં જ કેબિનેટમાં ચર્ચા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કેન્દ્રીય કેબિનેટ આ સપ્તાહમાં જ કૃષિ નિકાસ નિતી હાથ ધરે તેવી શક્યતા દેખાઈ રહી છે. એગ્રી એક્સ્પોર્ટ પોલિસીની રુપરેખા તૈયાર થઇ ચુકી છે. આ મુદ્દા ઉપર આ સપ્તાહમાં જ ચર્ચા થશે. સૂચિત કૃષિ નિકાસ પોલિસીન મુખ્ય હેતુ નિકાસને વધારવાનો છે. વિશ્વના બજારમાં ભારતની હિસ્સેદારીને વધારવા અને કૃષિ પેદાશોની નિકાસને વધારવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી છે. કૃષિ પેદાશોની નિકાસને બે ગણી કરવા આ પોલિસીનો મુખ્ય હેતુ છે.  વાણિજ્ય મંત્રાલય દ્વારા પોલિસી તૈયાર કરી લેવામાં આવી છે અને આને વિચારણા માટે કેબિનેટ સોંપી દેવામાં આવી છે. સૂચિત પોલિસીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા પેદાશોની ગુણવત્તાને સુધારવા, સંશોધન અને વિકાસની ગતિવિધિ પર ધ્યાન કેન્દ્રિત કરવા, યુરોપિયન ફુડ સેફ્ટી ઓથોરિટીની જેમ એજન્સી સ્થાપિત કરવા હિતના હેતુ રાખવામાં આવ્યા છે. ઉત્પાદન અને વેપાર બંને સાથે સંબંધિત નિયમોના અમલીકરણ માટે પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

સૂચિત નેશનલ એગ્રીકલ્ચર એક્સ્પોર્ટ પોલિસીમાં જણાવવામાં આવ્યું છે કે, તમામ પ્રકારની ઓર્ગેનીક ચીજવસ્તુઓને કોઇપણ પ્રકારના નિકાસ નિયંત્રણમાં રાખવામાં આવશે નહીં. આ પ્રકારના નિયંત્રણોના લીધે માઠી અસર થઇ રહી છે. નિકાસ ડ્યુટી, પ્રતિબંધ જેવી બાબતોને  પણ ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે.

Share This Article