અગ્નિવીર ચાર વર્ષમાં ખૂબ જ મહેનત કરીને ઘણું બધું શીખશે, જેથી તેમનામાં એક આત્મવિશ્વાસ ઊભો થશે. તમામ હથિયાર અને સેવાઓમાં ભરતીના પરીક્ષણ માટે કેટલીક ખાસ જાેગવાઈઓ કરી છે, જેનું સતત મૂલ્યાંકન કરવામાં આવશે. કાયમી ભરતી કરવા માટે અગ્નિવીરોની કઈ રીતે પસંદગી કરવામાં આવશે. આ સવાલના જવાબમાં લેફ્ટનન્ટ જનરલ બી. એસ. રાજૂએ જણાવ્યું હતું કે, શરૂઆતના તાલીમના ૬ મહિનાના સમયગાળા બાદ અગ્નિવીરનું મૂલ્યાંકન કરવામાં આવશે. ૬ મહિનાના તાલીમના સમયગાળા બાદ અગ્નિવીરની ફિટનેસ, ફાયરિંગ સ્કિલ તથા માપદંડના આધાર પર અગ્નિવીરનું મૂલ્યાંકન કરવામાં આવશે.
અગ્નિવીર પ્લાટૂન કમાન્ડર, કંપની કમાન્ડર અને કમાન્ડિંગ ઓફિસર સાથે કઈ રીતે વાતચીત કરશે, આ તમામ મુદ્દાઓને લઈને અગ્નિવીરની પર્સનલ સ્કીલ પર પણ કામ કરવામાં આવશે. એક વર્ષ બાદ તમામ બાબતોને સિસ્ટમમાં અપલોડ કરવામાં આવશે. ત્યારબાદ કોઈપણ પ્રકારનો માનવીય હસ્તક્ષેપ કરવામાં નહીં આવે. બીજા અને ત્રીજા વર્ષના અંત બાદ આ પ્રક્રિયા ફરી અપનાવવામાં આવશે અને ચાર વર્ષ બાદ આ ડેટાને એકસાથે રાખવામાં આવશે અને ત્યાર બાદ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જેથી કહી શકાય કે, સર્વશ્રેષ્ઠ સૈનિકોની પસંદગી કરવામાં આવી છે.
લેફ્ટનન્ટ જનરલ બી. એસ. રાજૂએ કહ્યું કે, તેમના તાલીમના સમયગાળા દરમિયાન અગ્નિવીરોને કાઉન્સેલિંગ કરવામાં આવશે અને તેમને પ્રદર્શન કરવાની એક તક આપવામાં આવશે. આ તમામ સમયગાળાને મૂલ્યાંકન અવધિમાં શામેલ કરવામાં આવશે. જેમાં તાલીમનો સમયગાળો મૂલ્યાંકનનો સમયગાળો તથા અન્ય વેઈટેજ શામેલ છે. મહિલાઓને અગ્નિવીર તરીકે શામેલ કરવા અંગે પણ લેફ્ટનન્ટ જનરલ બી. એસ. રાજૂને સવાલ પૂછવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, મહિલાઓને અગ્નિપથ યોજના હેઠળ સેનામાં શામેલ કરવામાં આવશે. અન્ય ભરતીઓની જેમ શરૂઆતની બેચથી જ ઝ્રસ્ઁમાં પણ બે વર્ષથી ભરતી અટકી ગઈ છે.
લેફ્ટનન્ટ જનરલ બી. એસ. રાજૂએ સૈનિકોને તાલીમ આપવા અંગે જણાવ્યું કે, તાલીમ માટે ચાર વર્ષનો સમયગાળો ખૂબ જ લાંબો છે. અગ્નિવીરોને છ મહિના સુધી તાલીમ આપવામાં આવશે. આવશ્યકતા અનુસાર બટાલિયન કમાન્ડર તમામ અગ્નિવીરોને વિશિષ્ટ કૌશલ્ય પ્રદાન કરવા માટે યોગ્ય તાલીમ આપવામાં આવશે. અગ્નિવીરોને પર્યાપ્ત તાલીમ આપવામાં આવશે, જેથી બટાલિયનની જરૂરિયાતનો પૂર્ણ કરી શકાય. ભવિષ્યમાં આ જ અગ્નિવીર યુદ્ધ લડવા માટે સક્ષમ બની જશે. ચાર વર્ષ બાદ અગ્નિવીર વધુ કુશળ બની શકશે. લેફ્ટનન્ટ જનરલ બી. એસ. રાજૂએ કહ્યું કે, અગ્નિપથ યોજનાને ખૂબ જ નિયંત્રિત રૂપે શરૂ કરવામાં આવી રહી છે, જેથી તે ભવિષ્યમાં પાયલોટ પ્રોજેક્ટ પણ બની શકે છે. જેમાં યોજનાનું યોગ્ય આકલન કરવામાં આવશે અને જરૂરિયાત અનુસાર ફેરફાર પણ કરવામાં આવશે. તાત્કાલિક કોઈપણ ફેરફારની જરૂરિયાત નથી. ભવિષ્યમાં યોજનામાં ફેરફાર થઈ શકે છે. નાણાંકીય ખર્ચની જગ્યાએ આ યોજનામાં માનવબળ, યંગ વ્યક્તિઓ, પસંદગી પ્રક્રિયા, તાલીમ જેવા મુદ્દાઓ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ યોજના હેઠળ તાત્કાલિક કોઈપણ પ્રકારનો ખર્ચ કરવામાં નહીં આવે. સેનામાં તાલીમ ક્ષમતા ખૂબ જ અધિક છે. છ અથવા સાત વર્ષ બાદ તાલીમની ક્ષમતા વધારવાની જરૂરિયાત હોઈ શકે છે. પરિસ્થિતિના આધાર પર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ સુધારો થઈ શકે છે. અગ્નિવીરોમાં આ પ્રક્રિયા અંગે કોઈ ડર કે ભય ના રહે તે માટે લેફ્ટનન્ટ જનરલ બી. એસ. રાજૂએ આ પ્રોસેસની વિગતવાર માહિતી આપી હતી.