ભારતે આજે ફરી એક વખત ઓરિસ્સાના અબ્દુલ કલામ આઈલેન્ડની ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી સવારે 9 વાગ્યેને 48 મિનિટે બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-5નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ છે. આ પરીક્ષણ સફળ હોવાનો દાવો સુરક્ષા એજન્સીઓએ કર્યો છે. ભારતના ભાગમાં અગ્નિ-1 મિસાઈલ પહેલેથી જ છે. જેનું સંચાલન સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ દ્વારા કરવામાં આવે છે. જ્યારે અગ્નિ-2ની પ્રહાર ક્ષમતા 2000 કિલોમટીર જેટલી છે. અગ્નિ 3 મિસાઈલની મારક ક્ષમતા 3500 કિલોમીટરની છે અને તે ન્યુક્લિયર બોમ્બનું વહન કરવા માટે સક્ષમ છે. જયારે અગ્નિ- 5 મિસાઈલની પ્રહાર ક્ષમતા ૫૦૦૦ કિલોમીટરની છે.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more