ફરી હુમલાની સાથે સાથે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પુલવામા :  દક્ષિણ કાશ્મીરના પુલવામા  જિલ્લામાં ફરી એકવાર આજે સવારે ત્રાસવાદીઓએ ભીષણ હુમલો કર્યો હતો. ત્રાસવાદીઓના આ હુમલામાં એક મેજર સહિત ચાર જવાનો શહીદ થયા છે અને એક સ્થાનિક નાગરિકનુ પણ મોત થયુ છે. ફરી હુમલાની સાથે સાથે નીચે મુજબ છે

  • પુલવામા વિસ્તારમાં ચાર દિવસના ગાળામાં જ બીજા મોટો હુમલો કરવામાં આવ્યો
  • ૧૪મી ફેબ્રુઆરીના દિવસે સઆરપીએફના કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ વધુ એ હુમલાને ત્રાસવાદીઓએ અંજામ આપ્યો
  • ત્રાસવાદીઓએ વહેલી સવારે પુલવામા વિસ્તારના પિંગલિના વિસ્તારમાં હુમલો કર્યો
  • બાતમી બાદ સુરક્ષા દળો દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યા બાદ છુપાયેલા ત્રાસવાદીઓ દ્વારા ગોળીબાર કરતા સેનાને નુકસાન
  • ત્રાસવાદીઓ સામે ઓપરેશન હાથ ધરવામાં આવ્યા બાદ મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવતા લોકોને પરેશાની થઇ
  • જમ્મુ અને કાશ્મીરમાં હાલમાં કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ હાઇ એલર્ટ પહેલાથીજ છે
  • સીઆરપએફ કાફલા પર ૧૪મી ફેબ્રુઆરીના દિવસે પુલવામાના અવંતિપુરા ખાતે આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ ૪૦ જવાનો શહીદ થયા હતા
  • સીઆરપીએફ કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ દેશમાં નારાજગી છે ત્યારે વધુ એક નાપાક હરકત પાકિસ્તાન દ્વારા કરવામાં આવી
  • જમ્મુ કાશ્મીરમાં ગયા ગુરૂવારના દિવસે હુમલો કરવામાં આવ્યા બાદ અવિરત દરોડા અને તપાસની કાર્યવાહી ચાલી રહી છે
  • સોમવારે વહેલી સવારે ત્રાસવાદી હુમલામાં ૫૫ રાષ્ટ્રીય રાઇફલના ચાર જવાનો શહીદ થયા
  • અથડામણના ગાળા દરમિયાન ફેસાયેલા એક નાગરિકનુ પણ મોત થયુ
  • ભારત સરકાર દ્વારા પાકિસ્તાન સામે પગલા લેવાની શરૂઆત થઇ ગઇ છે જેના ભાગરૂપે એમએફએનનો દરજ્જા પહેલાથી જ પાછો ખેંચી લેવામાં આવ્યો છે
Share This Article