લોકઅપ સિઝન જીત્યા બાદ મુનવ્વર ફારૂકી ગર્લફ્રેન્ડ સાથે બાઈક રાઈડ કરતો જાેવા મળ્યો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

‘લોક અપ’ સીઝન ૧ના વિજેતા બનવાની સાથે મુનાવર ફારુકીએ લાખો લોકોના દિલ પણ જીતી લીધા છે. સમગ્ર શો દરમિયાન તેને દર્શકોનો ઘણો સપોર્ટ મળ્યો. કંગના રનૌતના હોસ્ટ શો ‘લોકઅપ’માં જબરદસ્ત પ્રદર્શન કરતી વખતે, મુનવ્વર ફારૂકીએ ન માત્ર ટ્રોફી જીતી પરંતુ મોટી ઈનામની રકમ પણ મેળવી.

હવે જ્યારથી તે શોમાંથી બહાર આવ્યો છે ત્યારથી તે સતત હેડલાઈન્સમાં રહે છે. ‘લોકઅપ’ સિવાય મુનવ્વર ફારૂકી પોતાની અંગત જિંદગીને લઈને પણ ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યા છે. હાલમાં જ મુનવ્વર તેની ગર્લફ્રેન્ડ નાઝીલા સિતાશી સાથે જાેવા મળ્યો હતો.

લોક અપ વિનર મુનવ્વર ફારૂકી જ્યારથી કંગના રનૌત શોમાંથી બહાર આવી છે ત્યારથી ચર્ચામાં છે. કોમેડિયન તાજેતરમાં તેની ગર્લફ્રેન્ડ નાઝીલા સિતાશી સાથે શુક્રવારની રાત્રે મૂવી ડેટ પર જાેવા મળ્યો હતો, જ્યાં પાપારાઝીએ પ્રેમી યુગલને એકસાથે પકડ્યા હતા.

આ દરમિયાન બંનેએ સાથે પોઝ પણ આપ્યા હતા. તેની મૂવી ડેટ બાદ મુનવ્વર પણ નાઝીલા સાથે બાઇક રાઇડ પર ગયો હતો, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ મુનવ્વરનો આ વિડિયો શેર કર્યો છે, જેમાં બંને એકસાથે બાઇક રાઈડ પર નીકળતા જાેઈ શકાય છે.

ઘણા યુઝર્સે વીડિયો પર ફની ફીડબેક આપી છે. પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં મુનવ્વરને હેલ્મેટ પહેરતો જાેઈ શકાય છે જ્યારે તેની ગર્લફ્રેન્ડ નજીલા પાછળની સીટ પર બેઠેલી જાેવા મળે છે. ‘લોકઅપ’ની સક્સેસ પાર્ટીમાં મુનવ્વર ફારૂકીની ગર્લફ્રેન્ડ નઝીલા પણ સામેલ થઈ હતી.

આ દરમિયાન તેણે નાઝીલા સાથે મિરર સેલ્ફી પણ લીધી હતી, જે ઘણી ચર્ચામાં રહી હતી. આ પછી મુનવ્વર ફારૂકી તેની ગર્લફ્રેન્ડ નાઝીલાનો જન્મદિવસ પણ સેલિબ્રેટ કરતો જાેવા મળ્યો હતો. તેમની જાેડીને ચાહકોમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

Share This Article