૨૯ વખત ગંદી ફિલ્મજોઈ ઉદયપુરમાં એક માસૂમ બાળકીની બળાત્કાર બાદ ર્નિદયતાથી હત્યા કરવાના કેસ સામે આવ્યો..

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મેવાડના ઉદયપુરના માવલી ??પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે સોમવારે ૯ વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર અને તેની હત્યા કર્યા બાદ તેની હત્યા કરવાના આરોપસર આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી. ચાર્જશીટ રજૂ કરવાની સાથે આરોપી કમલેશ અને તેના માતા-પિતાને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ ઘાતકી હત્યા કેસમાં તપાસ અધિકારી કૈલાશ રાઠોડે આરોપીઓ સામે ૩૦૬ પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. પોલીસે તેમના સંશોધનમાં કુલ ૪૮ સાક્ષીઓને બનાવ્યા છે. ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે, આરોપીએ ઘટના પહેલા ૨૯ વખત ગંદી ફિલ્મો જોઈ હતી. તપાસ અધિકારી કૈલાશ રાઠોડે જણાવ્યું કે, આ કેસની આગામી સુનાવણી ૬ મેના રોજ થશે.

આરોપી કમલેશે ૯ વર્ષની માસૂમ બાળકીની ઘાતકી હત્યા કરી હતી. હત્યા બાદ તેણે લાશના પથ્થર વડે ૧૦ ટુકડા કરી નાખ્યા હતા. બાદમાં તેમને કોથળામાં ભરીને નજીકના ખંડેરમાં ફેંકી દીધા હતા. પોલીસે આરોપી કમલેશ પર અપહરણ, બળાત્કાર અને ઘાતકી હત્યા જેવી ગંભીર કલમો સાથે પોક્સો અને જેજે એક્ટની કલમો પણ લગાવી છે. આ સાથે કમલેશના માતા-પિતા પર પણ લાશનો નિકાલ કરવાનો અને પુરાવાનો નાશ કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.

માસૂમ બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવાના કેસમાં પોલીસે સઘન તપાસ કરી હતી. પોલીસે માત્ર ૨૪ દિવસમાં જ તપાસ પૂરી કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જોકે, આ પહેલા પણ એકવાર કોર્ટમાં ચાર્જશીટ લાવવામાં આવી હતી, પરંતુ કેટલીક ટેકનિકલ ખામીને કારણે વરિષ્ઠ સરકારી વકીલ ચેતન પુરી ગોસ્વામીએ ચાર્જશીટ પરત કરી હતી. તે તમામ ખામીઓ પૂર્ણ કર્યા બાદ પોલીસે સોમવારે ફરી ચાર્જશીટ રજૂ કરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસે ચાર્જશીટમાં આરોપી કમલેશને ગંદી ફિલ્મો જોવાનો વ્યસની ગણાવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ૨૯ માર્ચના રોજ કમલેશે માસૂમ બાળકીને લાલચ આપીને તેના ઘરે બંધક બનાવી હતી. તે દિવસે પણ તેણે ૨૯ વખત ગંદી ફિલ્મ જોઈ હતી. આટલું જ નહીં આ પહેલા ૨૬ માર્ચે પણ આરોપીએ મોબાઈલમાં ૨૨ વખત ગંદી ફિલ્મો જોઈ હતી. પોલીસે ચાર્જશીટમાં આ તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે. નોંધનીય છે કે, ૨૯ માર્ચના રોજ માસુમ બાળકી ઘરમાંથી ગુમ થઈ ગઈ હતી. જે બાદ ૧ એપ્રિલના રોજ તેમના ઘર પાસે ખંડેર હાલતમાં તેમની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. તપાસ અધિકારીનું કહેવું છે કે, આરોપીઓ સામે મજબૂત ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. હવે પોલીસનો પ્રયાસ છે કે આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે.

Share This Article