જમ્મુમાં હિંસા બાદથી સંચારબંધી અકબંધ છે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી : પુલવામાં ભીષણ ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ વિરોધ પ્રદર્શન જારી છે. કોઇ પણ રીતેસ્થિતી ન વણસે તે માટે જમ્મુમાં સંચારબંધી લાગુ કરવામાં આવેલી છે. નવાબાબાદ, બસ સ્ટેન્ડ, બક્સી નગર સહિતના અને વિસ્તારોમાં સંચારબંધી જારી રહી છે. અને આતંકવાદીઓ સામે સર્ચ ઓપરેશન અને ઓપરેશન ઓલઆઉટ યુદ્ધના ધોરણે જારી છે ત્યારે આ આતંકવાદી હુમલાને મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે. જૈશના અફઝલ ગુરુ સ્કવોડે અગાઉ પણ અનેક હુમલાઓને અંજામ આપ્યા છે.  શ્રીનગરના લાલચોક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં સાત પોલીસ જવાનો શહીદ થયા હતા. આ પહેલા ૩૦ અને ૩૧મી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે પુલવામામાં બીએસએફના જવાનો ઉપર પણ આ ત્રાસવાદી ટોળકીએ હુમલો કર્યો હતો.

 

 

Share This Article