નવી દિલ્હી : ઉત્તરપ્રદેશના રાપુરમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમ ખાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા જયા પ્રદા વચ્ચે શાબ્દિક યુદ્ધ હવે ચરમસીમા પર પહોંચી ગયુ છે. રામપુરની શાહબાદ તહેસીલમાં આયોજિત કાર્યક્રમમાં આઝમ ખાને ભાષાની મર્યાદાને કુદાવી દેતા તેમની સામે જારદાર નારાજગીનુ મોજુ દેશભરમાં ફેલાઇ ગયુ છે. આના કારણ આઝમખાનની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે. સાથે સાથે સમાજવાદી પાર્ટીને પણ લોકસભા ચૂંટણી વેળા મોટો ફટકો પડ્યો છે.
હેરાન કરનાર બાબત છે કે જ્યારે આઝમ ખાન આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદન કરી રહ્યા હતા ત્યારે મંચ પર ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ હતા. જા કે કોઇએ પણ આઝમ ખાનને રોકવાના પ્રયાસ કર્યા ન હતા. સભામાં ઉપસ્થિત ભીડ પણ આઝમ ખાનના આડેધડ નિવેદન પર તાળિઓ વગાડી રહી હતી. સમાજવાદી પાર્ટીના નેતાના નિવેદન બાદ રાષ્ટ્રીય મહિલા પંચ આની ગંભીર નોંધ લીધ છે. ભાજપે આની સાથે સંબંધિત વિડિયો જારી કરીને આકરી પ્રતિક્રિયા આપી છે. જયા પ્રદાના નામનો ઉલ્લેખ કર્યા વગર આઝમ ખાને સંભામાં ઉપસ્થિત લોકોને પ્રશ્ન કરતા કહ્યુ હતુ કે રાજનિતી ખુબ નીચે જતી રહી છે. ૧૦ વર્ષ સુધી જે વ્યક્તિએ રામપુરના લોકોનુ લોહી પીધુ છે જેને આંગળી પકડીને અમે રામપુર લઇ આવ્યા હતા તેના દ્વારા અમારા પર કેવા કેવા આક્ષેપો કર્યા છે. સુ તમે આવા લોકોને મત આપશો.
આઝમે કહ્યુ હતુ કે આપના દ્વારા ૧૦ વર્ષ સુધી જે વ્યક્તિ પાસેથ પ્રતિનિધીત્વ કરાયુ છે તેમના અસલી ચહેરાને સમજી લેવામાં આપને ૧૭ વર્ષનો સમય લાગ્યો છ પરંતુ તેઓ તો ૧૭ દિવસમાં જ જાણી ગયા હતા કે તેમની નીચેના અંડરવેયર ખાકી રંગના છે. આઝમ ખાનના નિવેદન બાદ રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યુ છે કે પંચ તેમને નોટીસ આપવામાં ખચકાટ અનુભવ કરશે નહીં. આઝમ ખાન પર પ્રતિબંધ મુકી દેવાની માંગ પણ કરવામાં આવી છે. શર્માએ ટ્વીટ કરીને કહ્યુ છે કે આઝમ ખાન હમેંશા મહિલાઓનુ અપમાન કરતા રહે છે. આ પહેલા જયા પ્રદા આઝમ ખાન પર આક્ષેપ કરતા કહ્યુ હતુ કે આઝમ ખાને તેમન અપમાનિત કરવાના પ્રયાસો કર્યા છે. તેમના કારણે જ રામપુર છોડીને જવાની ફરજ પડી હતી.
જયા કહ્યુ હતુ કે આઝમ ખાનને તેઓએ ભાઇ કહ્યા હતા પરંતુ તેમના દ્વારા કોઇ માન રાખવામાં આવ્યુ નથી.જયા પ્રદાએ રામપુરમાં પોતાની અશ્લીલ તસ્વીરો ફેલાવવાનો આરોપ કર્યો હતો. જયા પ્રદાએ કહ્યુ હતુ કે સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ સમક્ષ પણ આ મુદ્દા પર વાત કરવામાં આવી હતી. તમના ફોટા રામપુરમાં ફેલાવવામાં આવી રહ્યા છ. તેમના અશ્લીલ ફોટાને લઇન હોબાળો રહ્યો છ. જયા પ્રદા કહ્યુ હતુ કે કેટલીક વખત ફરિયાદ કરી હોવા છતાં તેમની તરફ કોઇએ ધ્યાન આપ્યુ ન હતુ. જેથી રામપુરને છોડી દેવાની ફરજ પડી હતી. આ વખતે જયા પ્રદાને ભારતીય જનતા પાર્ટીએ મેદાનમાં ઉતારી દીધા બાદ જોરદાર રોમાંચની સ્થિતી રહેલી છે.
આગામી દિવસોમાં આઝમ ખાનની મુશ્કેલી હજુ વધે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. જયા પ્રદા ઉત્તરપ્રદેશમાં આ વખતે મજબુત ઉમેદવાર તરીક મદાનમાં છ. ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા બાદ જયા પ્રદા હવે જોરદાર પ્રચારમાં વ્યસ્ત બનેલા છે.