પૂંછ હુમલા બાદ પાકિસ્તાનને હવે સતાવી રહ્યો છે સર્જિકલ સ્ટ્રાઈકનો ડર!..

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

જમ્મુ વિસ્તારમાં ૨૦ એપ્રિલે થયેલા આતંકી હુમલામાં ૫ ભારતીય જવાનો શહીદ થયા હતા. આ હુમલા બાદ ભારતીય સેના સાથે જ તમામ સુરક્ષાદળોના જવાનો આતંકીઓની શોધમાં લાગ્યા છે. જો કે હજુ સુધી તેમનો કોઈ સુરાગ મળ્યો નથી. બીજી બાજુ આ હુમલા બાદ પાકિસ્તાનમાં સતત ડર પેદા થયો છે. પાકિસ્તાનમાં એ વાત ચર્ચામાં છે કે આ આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારત એકવાર ફરીથી પાકિસ્તાન વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે. ભારતમાં તૈનાત રહી ચૂકેલા પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે તો સર્જિકલ સ્ટ્રાઈકનો સંભવિત સમય સુદ્ધા જણાવી દીધો.

પાકિસ્તાની મીડિયાના એક રિપોર્ટ મુજબ અબ્દુલ બાસિતનું કહેવું છે કે પૂંછ હુમલા બાદ પાકિસ્તાનના લોકો એકવાર ફરીથી ભારત તરફથી સર્જિકલ સ્ટ્રાઈક થઈ શકે એવી વાતો કરી રહ્યા છે. એવું બની શકે કે ભારત આ વર્ષે SCO અને Y૨૦ જેવા બહુરાષ્ટ્રીય સંગઠનોની અધ્યક્ષતા કરી રહ્યું છે એટલે આ વર્ષે આવું કરશે નહીં. જો કે આગામી વર્ષે સંસદીય ચૂંટણી પહેલા મોદી સરકાર આવી કાર્યવાહી કરી શકે છે. ભારતના જવાબી એક્શનના ડર છતાં પાકિસ્તાન કાશ્મીર રાગ આલાપવામાં બહાર આવતું નથી. ભારતમાં પૂર્વ ઉચ્ચાયુક્ત રહી ચૂકેલા અબ્દુલ બાસિતે કહ્યું કે જેણે પણ આ (પૂંછ હુમલો) કર્યો છે તેમણે નાગરિકોને નહીં પરંતુ સેનાને નિશાન બનાવી છે. તેઓ પોતાના અધિકારો માટે કાયદેસર રીતે સંઘર્ષમાં લાગ્યા છે. આ માટે નાગરિકોને બાદ કરીને સેનાને નિશાન બનાવી શકે છે. આંતરરાષ્ટ્રીય કાયદો પણ તેની મંજૂરી આપે છે. બાસિતે કહ્યું કે આ મામલે ભારત પણ જાણે છે કે આપણે ક્યાં છીએ.

Share This Article