જમ્મુ કાશ્મીરના નાનકડા ગામ કઠુઆમા 8 વર્ષની બાળકીનું અપહરણ કરીને મંદિરમાં લઇ જઇને તેની સાથે સામૂહિક બળાત્કાર ગુજારીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. તે નાનકડી બાળકીનું નામ આસિફા હતું. ભારત દેશમાં આ બાબતને લઇને ક્રોધ ભભૂકી ઉઠ્યો છે. દરેક લોકો આસિફા માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે. બોલિવુડ પણ તેમાંથી બાકાત નથી. મોટાભાગના કલાકારોએ આસિફા માટે ન્યાયની માંગણી કરી છે.
આ લિસ્ટમાં હવે આલિયા ભટ્ટ પણ સામેલ થઇ ગઇ છે. ફિલ્મ ‘રાઝી’ના મ્યૂઝિક લોંચ વખતે એક પત્રકારે જ્યારે આલિયાને પૂછ્યુ કે કઠુઆ કેસ પર તમે શું કહેવા માંગશો.. ત્યારે આલિયાએ જવાબ આપ્યો કે, તે જ્યારે પણ આ કેસ વિશે સાંભળે છે વાંચે છે ત્યારે તે ડિપ્રેસ થઇ જાય છે. એક છોકરી હોવાને લીધે અને ભારતની નાગરિક છે માટે પણ ખુબ દુ:ખી છે. આ એક એવુ દર્દ છે જે ક્યારેય ના ભૂલી શકાય. જે થયુ તે ખુબ ખોફનાક હતું. આ હાદસા બાદ હું ખુબ જ હર્ટ થઇ છું. હું પણ ઇચ્છુ છુ કે તે નાનકડી માસૂમ બાળકીને ન્યાય મળે. ફક્ત બોલિવુડ જ નહી આખો દેશ ગુસ્સામાં છે.
આલિયાએ કહ્યું કે મિડીયાએ આ મામલે ઘણુ સારુ કામ કર્યુ છે અને હું જેટલુ વધારે આ બાબત વિશે વાંચુ છુ ત્યારે વધારે ડિસ્ટર્બ થઇ જાઉં છુ. છેલ્લા બે દિવસથી મે મારી જાતને આ કિસ્સાથી દુર કરી છે.
તમને જણાવી દઇએ કે આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ ‘રાઝી’ના શૂટિંગમાં વ્યસ્ત હતી અને હવે ટૂંક સમયમાં ‘રાઝી’ રિલીઝ થવાનું છે. ફિલ્મની સ્ટોરી ભારત પાકિસ્તાન વચ્ચે રમશે. આલિયા આ ફિલ્મમાં એક જાસૂસનું પાત્ર ભજવી રહી છે.