નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીના ગ્લવ્સ લઈને આઈસીસીએ વાંધો ઉઠાવ્યા બાદ દેશભરમાં જારદાર ચર્ચા છેડાઈ ગઈ છે. ધોનીના ગ્લવ્સ ઉપર ભારતીય સેનાના બલિદાન બેઝના લોગોને લઈને આ હોબાળો થયો છે. વિશ્વકપમાં ભારતની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે રમાઈ હતી. આ મેચ દરમિયાન ધોનીએ ભારતીય સેનાના બલિદાનના બેઝ ધરાવતા લોગોવાળા ગ્લવ્સ સાથે વિકેટકિપિંગ કરી હતી. ધોનીને ગ્લવ્સ પર સેનાના બલિદાનના બેઝનો લોગો બનેલો હતો. આના ઉપર આઈસીસી દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને આ લોગોવાળા ગ્લવ્સ ન પહેરવા ધોનીને આદેશ કરવા સૂચના આપી છે.
આઈસીસીનું કહેવુ છે કે, નિયમો મુજબ કોઈ પણ અન્ય પ્રતિકવાળી ચીજાેને મેદાન ઉપર લાવી શકાય નહીં. સાથે સાથે પહેરી પણ શકાય નહી. બીજી બાજુ બીસીસીઆઈ દ્વારા આ માંમાલામાં ધોનીનું સમર્થન કર્યું છે. એટલુ જ નહીં બલકે બીસીસીઆઈ દ્વારા આઈસીસીને પત્ર લખીને આ સંદર્ભમાં રજુઆત કરી છે. બીસીસીઆઈની વહીવટી સમિતિના અધ્યક્ષ વિનોદ રાયના કહેવા મુજબ આ મુદ્દા પર આઈસીસીને જવાબ આપી દેવામાં આવ્યો છે. વિનોદ રાયનું કહેવુ છે કે, અમે અમારા ખેલાડીઓની સાથે છે. ધોનીના ગ્લવ્સ ઉપર જે નિશાન છે તે કોઈ ધર્મના પ્રતિક તરીકે નથી. સાથે સાથે કોઈ કોમર્શિયલ પણ નથી. જ્યા સુધી પહેલાથી પરવાનગી લેવાની વાત છે તો આના માટે અમે આઈસીસીને અપીલ કરી રહ્યા છે. ધોની આ પ્રકારના ભારતીય સેનાના બલિદાનવાળા બેઝને પહેરીને મેદાનમાં ઉતરે તેની સામે અમારી રજુઆત છે.
બીસીસીઆઈની મુંબઈ સ્થિતિ કચેરીમાં બેઠક યોજાઈ હતી. જેમાં તમામ પાસા ઉપર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આને લઈને દેશના તમામ દિગ્ગજ ક્રિકેટરો અને અન્ય ખેલ સાથે જોડાયેલા લોકોએ પણ ધોનીનું સમર્થન કર્યું છે. રેસલર યોગેશ્વર દત્તે કહ્યું છે કે, અમને ધોની પર ગર્વ છે. ધોની સેનાના બલિદાનવાળા બેઝના લોગોના ગ્લવ્સ સાથે વિકેટકિંપિગ કરે તેમ અમારી ઈચ્છા છે. સુશીલ કુમારે પણ સમર્થન કર્યું છે. હોકીના પૂર્વ કેપ્ટન સરદારસિંહે પણ ધોનીનું સમર્થન કર્યું છે. આર્મીએ ધોનીને સમ્માન આપ્યું છે. ધોની અને મિલખા સિંહ દુનિયાનું નામ છે તો સેનાના કારણે છે. ધોનીએ કોઈ ખોટુ કામ કર્યું નથી. આ વિવાદ વધુ છેડાય તે યોગ્ય નથી. જોકે, અન્ય કેટલાક લોકોએ જુદી પ્રતિક્રિયા આપી છે. આઈસીસીએ ધોનીને ગ્લવ્સને લઈને વાંધો ઉઠાવ્યો છે. અને ભારતીય સેનાના બલિદાનના બેઝના લોગોને દુર કરવા સુચના આપી છે.
આઈસીસીએ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને સૂચના આપી છે કે, તે ધોનીના ગ્લવ્સને લઈને ધ્યાન આપે અને ગ્લવ્સ પર રહેલા લોગોને દુર કરવાનું કામ કરે. તમામ લોકો જાણે છે કે, વર્ષ ૨૦૧૧માં પેરાશુટ રજિમેન્ટમાં લેફ્ટી કર્નલનું સમ્માન આપ્યું હતું. ધોનીએ પોતાની પેરારજિમેન્ટ સાથે ટ્રેનીંગ પણ લીધી હતી. સેના પ્રત્યે ધોનીના પ્રેમ બાબત કોઈનાથી છુપાયેલી નથી. ધોની અનેક વખત કહી ચુક્યો છે. તે સેનામાં સામિલ થવા ઈચ્છુક હતો. સોશિયલ મિડીયા પર ધોનીની આ પહેલને લઈને પ્રશંસા થઈ રહી છે. પરંતુ આઈસીસીની વિચારધારા અને નિયમો અલગ પ્રકારના છે.