ગાંધીનગરથી પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા મહત્ત્વનો પરિપત્ર જાહેર કરાયો
ગાંધીનગર : ગુજરાત રાજ્યના શિક્ષકો માટે આ સમાચાર સૌથી મહત્ત્વના છે. સેકડો શિક્ષકોના પરિવાર માટે આ સમાચાર ખુબ મોટી રાહત આપનારા છે. કારણકે, શિક્ષકો પરનું આર્થિક ભારણ ઓછું થવાનું છે. ચાલુ નોકરી દરમિયાન અવસાન પામેલ પ્રાથમિક શિક્ષકોની બાકી મકાનલોનનું મુદ્દલ અને વ્યાજ માંડવાળ કરવા બાબતે ગાંધીનગરથી પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા મહત્ત્વનો પરિપત્ર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર અંતર્ગત હવેથી રાજ્યના પ્રાથમિક શિક્ષકો અને નગરપાલિકાના શિક્ષકો ના અવસાન બાદ તેમની લોન અને લોન પરનો વ્યાજ માડવાળ કરાશે. શિક્ષકો દ્વારા તેમના નોકરીના કાર્યકાળ દરમિયાન લોન લીધી હોય છે જાેકે તેમના મૃત્યુ બાદ તેના માડવાળ કરવા માટે બજેટની પણ ખાસ જાેગવાઈ પણ કરવામાં આવી છે. જાેકે ઘણા કિસ્સાઓમાં અવસાન બાદ લોન અને તેની પરનું વ્યાજ સમયસર માળવા ન થતા પેન્શન જેવી રકમ મેળવવામાં મુશ્કેલી પડે છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ૩૧ ૧૨/૨૦૨૩ સુધીમાં મૃત્યુ પામેલા શિક્ષકો ની લોન માડવાળ કરવા માટે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને તાકીદ કરાઈ છે. પરિપત્ર મુજબ જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકના ચાલુ નોકરી દરમિયાન અવસાન પામેલ પ્રાથમિક શિક્ષકોની બાકી મકાનલોનની મુદ્દલ અને વ્યાજ માંડવાળ કરવા માટે બજેટની માંગણી કરવામાં આવી હતી. સબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા શાસનાધિકારી દ્વારા દરખાસ્ત રજૂ થયેથી બાકી મકાનલોન માંડવાળ કરવા માટે આ સદરે ગ્રાંટ ફાળવણી કરવામાં આવી છે. વધુમાં આવા કિસ્સામાં અવસાન પામનાર શિક્ષકની સમયસર મકાનલોન માંડવાળ ન થાય તો પેન્શનરી લાભો અટકી પડે છે. તેથી કર્મચારીના અવસાન બાદ તેઓના વારસદારોને મળતા પેન્શનરી લાભો સમયસર ચૂકવાઇ જાય તે હેતુ માટે તા.૩૧/૧૨/૨૦૨૩ સુધીમાં અવસાન પામેલ કર્મચારીની મકાન પેશગીની બાકી મુદ્દલ તથા વ્યાજની રકમ માંડવાળ કરવા માટે ખાસ જાેગવાઈ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામક ડો.એસ.પી.ચૌધરી દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો છે.
ગુજરાતીઓ આગામી 8 દિવસ સાચવજો! હવામાનના મિજાજમાં આવશે મોટું પરિવર્તન, ખેડૂતો માટે ચિંતાનો વિષય
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ રાજી થવાની જરૂર નથી, કેમ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ...
Read more