નવી દિલ્હી : પાકિસ્તાનમાં ઘુસીને મોટાપાયે હવાઈ હુમલા કરવામાં આવ્યા બાદ તથા ત્રાસવાદીઓનો ખાત્મો કરાયા બાદ આજે દેશભરમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. ઘણી જગ્યાઓએ ફટાકડાઓ ફોડવામાં આવ્યા હતા, મિઠાઇઓ વહેંચવામાં આવી હતી. લોકો જાહેર રસ્તા પર તિરંગા ધ્વજ સાથે ઉતરી આવ્યા હતા અને ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા હતા. પાકિસ્તાનને બોધપાઠ ભણાવી દેવામાં આવ્યા બાદ દેશમાં જારદાર ઉજવણી દિવાળીની જેમ કરવામાં આવી હતી. સેનાના પરાક્રમની તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારના સાહસી નિર્ણયની ચારેબાજુ પ્રશંસા થઇ હતી. રાજકીય પક્ષોએ પણ સેનાના પરાક્રમની ભારે પ્રશંસા કરી હતી.
ભાજપના મહાસચિવ રામમાધવ, ભાજપ પ્રમુખ અમિત શાહ સહિતના નેતાઓએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ હવાઈ દળની પ્રશંસા કરી હતી. પાકિસ્તાની ત્રાસવાદીઓ દ્વારા પુલવામામાં હુમલો કરવામાં આવ્યા બાદ દેશના લોકોમાં ભારે નારાજગી હતી પરંતુ આજે સવારે રાહત જાવા મળી હતી. જારદાર ઓપરેશનના સામાચાર લોકો સુધી પહોંચતાની સાથે જ ઉજવણી શરૂ થઇ હતી. બાલાકોટ પોકમાં સ્થિત છે. પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહે કહ્યું હતું કે, હવાઈ દળના હુમલાથી પાકિસ્તાન અને આતંકવાદીઓને યોગ્ય સંદેશ આપી દેવામાં આવ્યો છે.
મમતા બેનર્જીએ પણ હવાઈ દળની ભારે પ્રશંસા કરીને કહ્યું છે કે, હવાઈ દળ એટલે શ્રેષ્ટ યોદ્ધા છે. પાકિસ્તાનમાં થયેલી કાર્યવાહીની અસાસુદ્દીન ઓવૈસીએ પણ પ્રશંસા કરી છે. જા કે, ઓવૈસીએ સંદેશ આપ્યો હતો કે, પાકિસ્તાન જવાબી કાર્યવાહી કરી શકે છે. ભારતીય હવાઇ દળ દ્વારા આજે સવારે ભીષણ હવાઇ હુમલા કરવામાં આવ્યા બાદ દેશભરમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ. દેશના લોકોંમાં ગર્વની ભાવના જાવા મળી હતી. સવારથી જ હુમલા અંગે માહિતી મળ્યા બાદ દેશના લોકો ખુશ થઇ ગયા હતા. તેમનામાં ગર્વની લાગણી ફેલાઇ ગઇ હતી. તમામ રાજકીય પક્ષોએ જુદી જુદી રાજકીય પ્રતિક્રિયા આપવામાં આવી હતી. તમામ પક્ષોએ ખુશી વ્યક્ત કરી હતી. અત્રે નોંધનીય છે કે ૧૪મી ફેબ્રુઆરીના દિવસે જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને ભીષણ હુમલો કરવામાં આવ્યા બાદ દેશભરમાં આક્રોશનું મોજુ ફરી વળ્યું હતુ.
આતંકવાદીઓને બોધપાઠ ભણાવવાની માંગ ઉઠી રહી હતી. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદી હુમલો થયા બાદ ટ્વિટ મારફતે પોતાની આકરી પ્રતિક્રિયા આપી હતી. એ વખતે મોદીએ કહ્યું હતું કે, સીઆરપીએફના જવાનોના બલિદાનને વ્યર્થ જવા દેવાશે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે, શહીદ થયેલા જવાનોના પરિવાર પ્રત્યે સમગ્ર દેશના લોકો ઉભા છે. બીજી બાજુ સુરક્ષા રણનીતિ ઉપર પણ ચર્ચાઓનો દોર શરૂ થઇ ગયો છે. વિસ્તૃત વાતચીતનો સિલસિલો યથાવતરીતે જારી રહી શકે છે. ભાજપના વરિષ્ઠ નેતાઓએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે અને આતંકવાદીઓને યોગ્ય બોધપાઠ ભણાવવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી. પુલવામા હુમલા બાદ કેન્દ્રીયમંત્રી અરુણ જેટલીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતુ કે, હુમલા માટે જવાબદાર આતંકવાદીઓને બોધપાઠ ભણાવવામાં આવશે.