એક્ટર અને ફિલ્મ ક્રિટિક કમાલ રાશિદ ખાનને છાતીમાં દુખાવાની ફરિયાદા પછી મુંબઈની શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એઆરકેને બોરીવલી કોર્ટે મંગળવારે ૧૪ દિવસની જ્યુડિશિયલ મોકલવામાં આવ્યો હતો. બે વર્ષ જૂના કેસમાં મુંબઈ પોલીસે કમાલની એરપોર્ટ પર ધરપકડ કરી હતી. તેના પથી તેણે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી ૨૦૨૦ના એક વિવાદિત ટ્વીટ પર કરવામાં આવી છે. કમાલ બે વર્ષ પછી મુંબઈ પરત ફર્યો છે. કમાલની ધરપકડ પર રાહુલે નિવેદન જારી કરતા કહ્યું- મારી ફરિયાદના કારણે કમાલની ધરપકડ થઈ છે. હું મુંબઈ પોલીસના આ કામની પ્રશંસા કરું છું અને આભાર માનું છું. આ ધરપકડ સાથે મુંબઈ પોલીસે આવા લોકો સામે કડક સંદેશ આપ્યો છે. કમાલ પર ૨૦૨૦માં યુવા સેનાની કોર કમિટીએ મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.
કમિટીના સભ્ય રાહુલ કનલનો આરોપ હતો કે સ્વર્ગસ્થ એક્ટર ઈરફાન ખાન અને રિશી કપૂર વિશે વિવાદાસ્પદ ટ્વીટ કર્યા હતા. આ કેસમાં પોલીસે કમાલ સામે કલમ ૨૯૪ અંતર્ગત ફરિયાદ નોંધી છે. ઋષી અને ઈરફાનનાં નિધન પછી કર્યા હતા વિવાદાસ્પદ ટ્વીટ દ્ભઇદ્ભએ ૨૦૨માં ઈરફાન ખાન (૨૯ એપ્રિલ) અને રિશી કપૂર (૩૦ એપ્રિલ)નાં નિધન પછી ટ્વીટ કર્યા હતા. એમાં લખ્યું હતું કે મેં થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે કોરોના ત્યાં સુધી નહીં જાય જ્યાં સુધી એ અમુક ફેમસ લોકોને તેની સાથે નહીં લઈ જાય. ત્યારે મેં નામ નહોતા લખ્યા, કારણ કે લોકો મને ગાળો આપતા, પરંતુ મને પહેલેથી ખબર હતી કે રિશી કપૂર અને ઈરફાન જશે. મને એ પણ ખબર છે કે હવે કોનો વારો છે. જ્યારે ઋષિ કપૂરને રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે કેઆરકેએ ટ્વીટ કર્યું હતું,’રિશી કપૂરને એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હું માત્ર તેમને એટલું કહેવા માગું છું કે સર સાજા થઈને જલદી પાછા આવી જજો, નીકળી ના જતા. કેમ કે દારૂની દુકાન માત્ર ૨-૩ દિવસમાં જ ખૂલવાની છે.’