શમિતા શેટ્ટી આ તસ્વીર સામે આવ્યા બાદ અટકળો તેજ થઇ કે શમિતા કરી રહી છે ડેટિંગ!

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી મોટા પડદા પર પોતાનો જાદુ પાથરી શકી નથી. પણ તે બિગ બોસ અને સોશિયલ મીડિયા થકી આજે પણ ખુબ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં તે આમિર અલી સાથે ક્લોઝ જોવા મળી રહી છે. આ વિડીયોમાં આમિર તેના ગળા પર કિસ કરતો જોવા મળે છે. જેના કારણે આ બંને ડેટ કરી રહ્યા હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. અગાઉ શમિતાનું નામ રાકેશ બાપટ સાથે પણ જોડાયું હતું. આ બંને બિગ બોસ ઓટીટી અને સલમાનના બિગમાં જોવા મળ્યા હતા.

બંનેને તેમના ચાહકો શારા કહીને બોલાવતા હતા. બંનેની કેમેસ્ટ્રી અંગે ચર્ચાએ જોર પકડયું હતું. પણ બિગ બોસના ઘર માંથી નીકળ્યા બાદ બંનેના સંબંધો પર પૂર્ણવિરામ મુકાઇ ગયું હતું. રાકેશથી અલગ થયા બાદ હવે શમિતા આમિર અલી સાથે જોવા મળી રહી છે. બંને ડેટ કરી રહ્યા હોવાનું ફલિત થઈ રહ્યું છે. બંનેએ સમિતા બેનર્જી અને આશિષ ચૌધરીની એનિવર્સરી પાર્ટીમાં સાથે હાજરી આપી ત્યારથી આ અટકળો ત્યારથી ચાલી રહી છે. શુક્રવારે મુંબઈમાં આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં શમિતા આમિરની ખૂબ નજીક જોવા મળી હતી.

આ સિવાય બંનેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં આમિર શમિતાને પોતાની કાર પાસે લઈ જઈને ગુડબાય કહેતા ગાલ પર કિસ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ તેમના અફેરની અટકળો તેજ થઇ ગઇ હતી. આ ઉપરાંત ઇ-ટાઇમ્સમાં સૂત્રને ટાંકીને એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, શમિતા અને આમિર લાંબા સમયથી એકબીજાને ઓળખે છે. બંને લાંબા સમયથી સંપર્કમાં છે. હવે બંને વચ્ચેનો સંબંધ મિત્રતા કરતાં પણ વધુ છે. જોકે, સમય આવે ત્યારે જ આ બાબતે વધુ સ્પષ્ટતા સામે આવશે.અહીં ઉલ્લેખનીય છે કે, આમિર અલી એક્ટ્રેસ સંજીદા શેખનો એક્સ હસબન્ડ છે. તે એક બાળકનો પિતા પણ છે. આમિર અલી અને સંજીદા શેખની ગણતરી એક સમયે ટીવીના સૌથી પોપ્યુલર કપલ્સમાં થતી હતી. પરંતુ આ જોડીનું બ્રેકઅપ થતાં અનેક લોકોને આશ્ચર્ય થયું હતું.

Share This Article