‘પઠાણ’ સાથે ‘ભાઇજાન’ને જોઇને થિયેટર્સમાં પડી બૂમો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

૨૫ જાન્યુઆરીનો દિવસ શાહરૂખ ખાન અને સલમાન ખાનના ફેન્સ માટે ખાસ બની ગયો છે. એક તરફ થિયેટર્સમાં ‘પઠાણ’માં શાહરૂખનનો નવો અંદાજ જોઇ રહ્યાં છે, ત્યાં બીજી બાજુ ફિલ્મ સાથે સલમાન ખાનનો જલવો પણ જોઇ રહ્યાં છે. ‘પઠાણ’ સાથે મોટા પડદે સલમાનની ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’નુ ટીઝર આઉટ થઇ ગયું છે. જો કે ઓફિશિયલી મેકર્સે હજુ ટીઝર રીલીઝ નથી કર્યુ, પરંતુ ફેન્સે આ ટીઝર સોશિયલ મીડિયા પર શેર કરી દીધું છે. ‘પઠાણ’નો ‘ફર્સ્ટ ડે ફર્સ્ટ શો’ જોઇ ચુકેલા ફેન્સ સ્ક્રીન પર સલમાન ખાનને જોઇને એટલા એક્સાઇટેડ થઇ ગયા કે થિયેટરમાંથી જ રેકોર્ડિંગ કરીને સોશિયલ મીડિયા પર શેર કરવા લાગ્યા. આ જ કડીમાં એક ફેને ‘કિસી કા ભાઇ કિસી કી જાન’નું ટીઝર ટિ્‌વટર પર શેર કર્યુ છે. ટીઝરમાં સલમાન જ છવાયેલો છે અને તેનો એક્શન મોડ જોવા જેવો છે. જે વીડિયો સામે આવ્યો છે, તેમાં સલમાન ખાનના દરેક અંદાજ પર તાળીઓ વાગતી જોવા મળી રહી છે. જેવો લાંબી જુલ્ફો સાથે સલમાન ખાનનો લુક સામે આવે છે. આખા થિયેટરમાં ચિચિયારીઓનો અવાજ સંભળાઇ રહ્યો છે. ફિલ્મને સલમાન ખાનના ફેન્સ ‘બવાલ’ ગણાવી રહ્યાં છે.

ફિલ્મમાં પૂજા હેગડેનો અંદાજ પણ દર્શકોને પસંદ આવી રહ્યો છે. ટીઝરમાં પૂજા અને સલમાનની જોડી ખૂબસૂરત લાગી રહી છે. ટીઝર એક્શનથી ભરપૂર છે અને સલમાનના ફેન્સ માટે આ કોઇ ટ્રીટ સમાન છે. સલમાનની આ ફિલ્મ આ વર્ષે ઇદ પર રીલીઝ થશે. ગત મંગળવારે સલમાને ફેન્સને જાણકારી આપી હતી કે ફિલ્મનું ટીઝર પઠાણ સાથે રીલીઝ થશે. સલમાન ખાને ટીઝરની જાણકારી સાથે એક ખાસ ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં સલમાનના લાંબા વાળ વાળો લુક જોવા મળી રહ્યો છે, જેની પાછળ તેનો ચહેરો જોવા મળી રહ્યો છે. ટૂંકમાં શાહરૂખ અને સલમાનની જોડી લોકોને આકર્ષિત કરી રહી છે. ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ એ ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત એક્શન એન્ટરટેઈનર ફિલ્મ છે. સલમાન ખાન ઉપરાંત પૂજા હેગડે અને વેંકટેશ પણ લીડ રોલમાં છે. તે સલમાન ખાન ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે અને તેમાં તે તમામ મસાલા હશે જેની કોઈ સલમાન ખાનની ફિલ્મ પાસેથી અપેક્ષા રાખે છે. ફિલ્મ એક્શન, કોમેડી, ડ્રામા, રોમાન્સ અને ઈમોશનથી ભરપૂર છે. કિસી કા ભાઈ કિસી કી જાન ૨૦૨૩ની ઈદ પર રિલીઝ થવાની છે.

Share This Article