જામનગરમાં પિતાએ જ પોતાની ૫ વર્ષની માસુમ બાળકીની હત્યા કરી
જામનગર : મહિલાએ પોતાના પતિને છોડીને અન્ય યુવાન સાથે પ્રેમ કર્યો.જે પ્રેમ તેની માસુમ બાળકી માટે જીવલેણ બન્યો હોવાની ઘટના સામે આવી છે.પ્રેમિકાને પામવા માટે તેની માસુમ પુત્રી પર જીવલેણ હુમલો કર્યો અને બાળકીને બચકા ભરીને માર મારીને બેભાન કરી હોવાની ઘટના જામનગરથી સામે આવી છે. બાળકીની હાલત ગંભીર થતા તેને સારવાર માટે દાખલ કરવામાં આવી છે.સારવાર દરમિયાન બાળકીએ દમ તોડતા પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જામનગરના તિરૂપતિ પાર્કમાં ૫ વર્ષની માસુમ બાળકીની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે.પ્રેમિકા સાથે લગ્ન ના થવાનુ કારણ તેની બાળકી હોવાનુ માનીને પ્રેમીએ બાળકી પર જીવલેણ હુમલો કર્યો હતો.સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ થયુ છે.મૃતક બાળકીની માતાના લગ્ન ૨૦૧૭માં થયા હતા.તે બાદ તેણીએ પતિ સાથે છુટછેડા લીધા હતા. છેલ્લા બે વર્ષથી વિરેન રામાવતના સાથે પ્રેમ સંબંધ હોય તેથી વિરેને તેને લગ્ન માટે કહ્યુ છે.પરંતુ વિરેન પ્રેમિકા સાથે લગ્ન કરવા માંગતો પરંતુ તેની માસુમ બાળકીને રાખવા તૈયાર ના હોય તેથી પ્રેમિકાએ લગ્ન અંગે ના પાડી.તે બાબતે આવેશમાં આવીને માસુમ બાળકી પર રોષ વ્યકત કર્યો અને પેટના ભાગે બચકુ ભર્યુ અને તેના પછી બાળકીને વેલણથી માર માર્યો હોવાની ઘટના બની હતી. બાળકીને ગંભીર રીતે ઈજા થતા સારવાર માટે જીજી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી.સારવાર દરમિયાન બાળકીનુ મોત થયુ છે.પોલીસ બાળકીના મૃતહેદનું તાત્કાલિક પીએમ કરાવ્યુ હતુ. અને આરોપી સામે હત્યાનો ગુનો નોધ્યો હતો. હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીને ધરપકડ કરી જેલ હવાલે કરાયો હતો. લગ્ન માટે આડખીલી બનનાર માસુમ બાળકીને પ્રેમીએ માર મારીને ગંભીર ઈજાઓ કરી હતી. જીવલેણ હુમલા બાદ માસુમ બાળકીનુ સારવાર દરમિયાન મૃત્યુ થયુ. પ્રેમિકાએ પોલીસને ફરીયાદ કરતા પોલીસે આરોપી વિરેન રામાવતની અટકાયત કરી હતી. માસુમ બાળકીની માતા સાથે લગ્ન કરવા માટે બાળકીનો જીવ લીધો. મહિલાના પુર્વ પતિ અને બાળકીના પિતાએ બાળકીના માતા પર આક્ષેપ કર્યો. મહિલાએ તેના પ્રેમી સાથે મળીને માસુક બાળકીની હત્યા કરી છે.બંન્ને સામે કાર્યવાહીની માંગ બાળકીના પિતાએ કરી છે.લગ્ન બાદ પતિને છોડીને અન્ય પુરૂષ સાથે રાખેલા સંબંધના કારણે મહિલાની બાળકીનો જીવ ગયો.પતિ સાથે છુટાછેડા મેળવીને બીજા પુરૂષ સાથે લગ્નના સપના સેવતી મહિલાએ પોતાની માસુમ બાળકી ગુમાવી.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more