હાલમાં જ જેઠાલાલની દુકાન ગડા ઇલેક્ટ્રોનિક્સનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ દુકાન કેટલાં સમયથી બંધ હતી. તેનાં રિનોવેશનનું કામ ચાલુ છે તે ટ્રેક શોમાં બતાવવામાં આવ્યો હતો. ખરેખરમાં કોરોનાને કારણે મુખ્ય દુકાન જ્યાં શૂટિંગ થતું હતું ત્યાં શૂટિંગ બંધ હતું. અને હવે ફિલ્મ સિટીની અંદર જ દુકાનનો સેટ લગાવવામાં આવ્યો છે.
ત્યારે આ નવી દુકાનનાં ઉદ્ધાટન સમયે ખાસ મીડિયા ઇન્વિટેશન હતું. જેમાં મીડિયાનાં સભ્યોએ જેઠાલાલની દુકાન જોઇ હતી. અને સાથે જ તેમણે શોનાં પ્રોડ્યુસર અસિત મોદી, જેઠાલાલનો રોલ અદા કરતાં દિલીપ જોશી, અને સુંદર વિરાનો રોલ અદા કરતાં મયૂર વાકાણી સાથે વાત કરી હતી. ત્યારે આ વાત વાતમાં જ્યારે જેઠાલાલને એક પત્રકારે પુછ્યું કે, ઘણી વખત આવે છે કે, તે આવે છે.. પણ પછી આવે છે નથી આવતી.. તો જ્યારે પર્સનલ લેવલે તમારી ફોન પર વાત થાય કે પછી મળવાનું થાય ત્યારે શું વાત થયા છે.. તે આવવાનાં છે કે નહીં? આ સવાલનાં જવાબમાં જેઠાલાલ કહે છે, ‘ટૂ બી વેરી ફ્રેન્ક, દિશાજી ખુબજ પ્રાઇવેટ પર્સન છે. હું તમને કહું કે, જ્યારથી એ શૉ છોડીને ગયા છે ત્યારથી અમારી વચ્ચે વાત થઇ નથી. જે પણ માલૂમ પડે છે તે પ્રોડક્શન થ્રૂ જ જાણવા મળે છે તેમની શું વાતો ચાલે છે તેમની સાથે.. આ સાથે જ તેમનું એક પર્સનલ ડિસિઝન છે. તેમનાં જીવનની એક પ્રાયોરિટી છે. તો હું માનું છું કે, આપણે પણ તેને માન આપવું જોઇએ. તેમણે તેમનાં જીવનનાં ૧૦ વર્ષ આ સિરિયલને આપ્યાં છે. હવે તેની પ્રાયોરિટી કંઇક અલગ છે.હવે તેની પ્રાયોરિટી ફેમેલી છે. તો આપણે તેમને ડિસ્ટર્બ ન કરવાં જોઇએ. આખરે તે એક કલાકાર છે. જ્યારે તેમનું મન થશે તે પરત ફરી શકે છે. એટલે કે તે પરત આવી પણ શકે છે.. એટલે જ પેલી કહેવત છે કે. નેવર સે નેવર. અન્ય એક પત્રકારે જ્યારે પુછ્યું કે, અમે જ્યારે દયાબેનને યાદ કરીએ છીએ.. જૂની ક્લિપ્સ જોઇએ તો બહું મજા આવે છે તમને તેમની સાથે કામ કરવાનો તે સમય યાદ આવે છે.. તેનાં જવાબમાં જેઠાલાલ કહે છે હા જરૂર. અમારી ઘણી સારી યાદો છે. અમે દસ વર્ષ સાથે કામ કર્યું છે. ઘણાં સિન તો એટલાં સુંદર રીતે લખાયા અને ફિલ્માયા હોય છે કે આજે જોઇને તે દિલ ખુશ થઇ જાય છે. ઘણી વખત તો સીન જોઇને ખુદને એવું થાય.. અરે આ ક્યારે શૂટ કર્યો હતો… બહુ જ સુંદર કર્યો છે. કારણ કે અમે એટલાં બધા સિન્સ સાથે શૂટ કર્યા હતાં. આજે એક કો એક્ટર તરીકે.. મને તેની યાદ ઘણી વખત આવે છે. એમ પણ આપણી ઇન્ડસ્ટ્રીમાં બહુ ઓછી ફિમેલ કોમેડિયન એક્ટ્રેસ છે. અને દિશા ઘણી ઉત્તમ દરજ્જાની કોમેડિયન એક્ટ્રેસ છે. તેનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ તેની એકદમ જ એક્ટમાં કંઇક અલગ ઉમેરી દેવાની કળા. તેની મેડનેસ કમાલની છે. તે એક્ટમાં પ્રાણ પુરી દે છે. હું પર્સનલી તેને ઘણી જ મિસ કરુ છું.