કોહલીની સદી બાદ જાહેરમાં અનુષ્કાએ વ્યક્ત કરી ખુશી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અનુષ્કા શર્માએ વિરાટ કોહલીની શાનદાર સદી પર પ્રતિક્રિયા આપી હતી. વિરાટની ઇનિંગે  ભારતના કુલ સ્કોરને ૩૦૦ના કુલ સ્કોરથી આગળ ધકેલી દીધો. પૂર્વ ભારતીય કેપ્ટને મંગળવારે ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વનડે મેચ દરમિયાન માત્ર ૮૦ બોલમાં સદી ફટકારી હતી . અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી અને દર્શાવ્યું હતુ કે તે તેના પતિની શાનદાર ઈનિંગ્સ  જોઈ રહી છે. દુર્ભાગ્યવશ, વિરાટ થોડીવાર પછી આઉટ થઈ ગયો. પણ તેણે આ સાથે અનેક રેકોર્ડ તોડ્યા હતા. વિરાટ મેચની ૪૮મી ઓવરમાં આઉટ થયો હતો. આ બોલને કસુન રાજિતાએ ફેંક્યો હતો અને કુસલ મેન્ડિસના હાથે કેચ થયો હતો. વિરાટની વિકેટ પડી ત્યારે ભારતનો સ્કોર ૪૮.૨ ઓવરમાં ૩૬૪/૭ હતો. અનુષ્કા શર્મા ઘણીવાર મેચોમાં હાજરી આપે છે અને વિરાટ કોહલીને મેદાનમાંથી સપોર્ટ કરે છે.

ચાલુ મેચમાં તો અભિનેત્રી ઘણી વાર અભિનેત્રીને સ્ટેન્ડ પરથી તેને પ્રોત્સાહિત કરતી  જોવા મળી  છે. ગયા વર્ષે, કેમેરાએ અનુષ્કા અને વિરાટની પુત્રી વામિકાને પણ સ્ટેન્ડમાં દર્શાવ્યા હતા, જે અભિનેત્રી સાથે વિરાટને ચીયર અપ કરતા હતા. આ દંપતી તાજેતરમાં પ્રાર્થના કરવા વૃંદાવનના એક આશ્રમની મુલાકાત લીધા પછી હેડલાઇન્સમાં આવ્યા હતા. તેમની મુલાકાતની તસવીરો ઓનલાઈન લીક થઈ હતી. અહેવાલ મુજબ, તેઓ બાબા નીમ કરોલીના આશ્રમમાં ગયા હતા, જ્યાં તેમણે ધાબળાનું વિતરણ કર્યું હતું. વિરાટ તો કોઈના માટે બેટ પર સાઈન કરતો પણ  જોવા મળ્યો હતો.

તસવીરોમાં આ દંપતી આશ્રમમાં પ્રાર્થના કરતા  જોવા મળે છે. આશ્રમમાંથી તેમની પુત્રી વામિકા સાથે દંપતીનો એક વીડિયો પણ ઇન્ટરનેટ પર સામે આવ્યો છે. કામની વાત કરીએ તો અનુષ્કા શર્મા હાલમાં ‘ચકદા એક્સપ્રેસ’ માટે તૈયારી કરી રહી છે. તે પણ ક્રિકેટ પર આધારિત ફિલ્મ છે. અ ફિલ્મ ફાસ્ટ બોલર ઝૂલન ગોસ્વામીના જીવન પર આધારિત છે. અભિનેત્રીએ તાજેતરમાં જ તેનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ તેની ૨૦૧૮ની ઝીરો પછીની પ્રથમ ફિલ્મ હશે.

Share This Article