૧૫ વર્ષના સગીર યુવકે પોતાના માલિકને જ લોખંડના સળિયા વડે માર માર્યો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

માલિકની હત્યા કર્યા બાદ સગીર યુવક ઘટના સ્થળેથી ભાગી ગયો
ઓડિશા : ઓડિશાના ગંજમ જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં ગોપાલપુર વિસ્તારમાં ૧૫ વર્ષના સગીર યુવકે તેના માસ્ટરને જ્યારે તે સૂતો હતો ત્યારે પથ્થર અને લોખંડના સળિયા વડે માર માર્યો હતો. સગીર યુવક ફૂડ કેન્ટીનમાં કામ કરે છે. ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે ફૂડ કેન્ટીન જેમાં સગીર યુવક કામ કરે છે. તેમના એમ્પ્લોયરે તેમનો પગાર સમયસર ચૂકવ્યો ન હતો. આ બાબતે બંને વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. કેન્ટીનનો માલિક પગાર માંગવા પર સગીર યુવકને મારતો હતો.. કેન્ટીનના માલિકે એક સગીર યુવકને તેના મેસમાં હેલ્પર તરીકે ૧૫૦૦ રૂપિયાના માસિક પગારે નોકરી પર રાખ્યો હતો. સગીર યુવક અને માલિક બંને એક જ રૂમમાં રહેતા હતા. પોલીસ અધિક્ષકે કહ્યું કે કેન્ટીનના માલિકે સગીર યુવકને તેનો પગાર ચૂકવ્યો ન હતો. જ્યારે પણ સગીર પૈસા માંગતો ત્યારે તેને માર મારતો હતો.. મારથી કંટાળીને યુવકે નોકરી છોડવા અંગે પૂછ્યું તો પોલીસમાં ગુનો નોંધવાની ધમકી આપી હતી. આનાથી ડરીને સગીર યુવક ફરી કેન્ટીનમાં કામ કરવા લાગ્યો હતો. આવું કેટલાય દિવસો સુધી ચાલતું રહ્યું. ત્યારબાદ એક દિવસ ૨૯ નવેમ્બરના રોજ ગુસ્સે ભરાયેલા સગીર યુવકે માલિકને જ્યારે તે સૂતો હતો ત્યારે તેને પથ્થર અને લોખંડના સળિયા વડે માર માર્યો હતો.. માલિકની હત્યા કર્યા બાદ સગીર યુવક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. આ પછી ઘરની અંદરથી મૃતદેહની દુર્ગંધ આવવા લાગી. પાડોશીઓએ પોલીસને જણાવ્યું. પોલીસે જ્યારે ઘરનો દરવાજાે તોડ્યો તો અંદર એક લાશ પડેલી મળી. આ કેસની તપાસ કરતી વખતે પોલીસે આરોપી સગીરને કસ્ટડીમાં લીધો હતો.

Share This Article