કબડ્ડી બાદ હવે ખો- ખો રમત ભારતની પ્રિય રમતમાં પરિવર્તિત પણ  થઈ રહી છે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગુરુવારે ચાર ટોચના ભારતીય કબડ્ડી ખેલાડીઓ પૈકી નિતેશ કુમારે અલ્ટીમેટ ખો-ખોની સીઝનની મેચનો  આનંદ માણ્યો હતો. 2014માં સ્પોર્ટ્સ લીગની બાદ કબડ્ડી દેશની એક લોકપ્રિય રમત તરીકે ઉભરી આવી છે.
ખો -ખો જે કબડ્ડીની જેમ જ માટી સાથે સંકળાયેલી રમત છે. આ રમત હવે ભારતનની પ્રિય રમતમાં પરિવર્તિત પણ  થઈ રહી છે. 
અલ્ટીમેટ ખો ખોના લીગ કમિશનર અને સીઈઓ નીયોગીએ કહ્યું કે, કબડ્ડી અને ખો -ખોને એકસાથે જોવું એ શાનદાર પળ છે. બંને રમતોએ ‘ મડ થી મેટ’ સુધીની સફર કરી છે અને ખેલાડીઓને એક સારું પ્લેટફોર્મ મળે છે. અલ્ટીમેટ ખો ખોમાં યુપી યોદ્ધા અને  તેલુગુ યોદ્ધા બંને જીએમઆર સ્પોર્ટ્સની માલિકી ધરાવે છે.
યોદ્ધાના સુકાની નિતેશે કહ્યું કે, મેટમાં એડજસ્ટ થવામાં અમને થોડો સમય લાગ્યો હતો.  અમારા ખો-ખો ખેલાડીઓ સાથે પણ આ પ્રકારે થયું છે, પરંતુ તેઓ જે રીતે પોલ ડાઇવ્સ અને સ્કાયડાઇવ્સ બનાવે છે તે અદ્ભુત છે.
આ મેચ જોવા માટે નિતેશની સાથે તેના સાથી ખેલાડીઓ નીતિન તોમર સુરેન્દર ગિલ આશુ સિંહ અને સુમિત પણ હાજર રહ્યા હતા.
અલ્ટીમેટ ખો ખોને અમિત બર્મન દ્વારા ખો ખો ફેડરેશન ઓફ ઈન્ડિયાના સહયોગથી પ્રમોટ કરવામાં આવે છે. આ  લીગની સીઝન – 1 પુણેમાં રમાઈ રહી છે.

Share This Article