મંગળવારે ઈરાને પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આતંકી સંગઠન જૈશ અલ-અદલના અડ્ડા પર હુમલો કર્યો હતો. હુમલાના ૨૪ કલાક બાદ પાકિસ્તાને ઈરાનને જવાબ આપ્યો છે. પાકિસ્તાન એરફોર્સે પૂર્વી ઈરાનના સરવાન શહેરમાં બલૂચ આતંકવાદી જૂથ પર હવાઈ હુમલો કર્યો છે. પાકિસ્તાની સેનાના જણાવ્યા અનુસાર, એરફોર્સે બુધવારે રાત્રે પૂર્વી ઈરાનના સરવાન શહેર નજીક બલૂચ આતંકવાદી જૂથ પર અનેક હવાઈ હુમલા કર્યા હતા. હુમલા બાદ શહેરમાં ધુમાડો ફેલાઈ રહ્યો છે. આ પહેલા સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે પાકિસ્તાનમાં હુમલા બાદ સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતમાં ઈરાની ઠેકાણાઓ હાઈ એલર્ટ પર છે. તેઓ જવાબી હુમલાની તૈયારી કરી રહ્યા છે. ઝાહેદાનમાં શાહિદ અલી અરબી એરબેઝને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ઈરાનના હવાઈ હુમલાના જવાબમાં પાકિસ્તાને આ હુમલો કર્યો છે. મંગળવારે ઈરાને પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં જૈશ અલ-અદલના અડ્ડા પર હુમલો કર્યો હતો, જેમાં બે બાળકોના મોત થયા હતા. જૈશ અલ અદલનું નામ ૨૦૧૨ પહેલા જુંદલ્લાહ હતું. આ આતંકવાદી સંગઠન ૨૦૦૨માં અસ્તિત્વમાં આવ્યું હતું. પછી તેનો નેતા અબ્દુલ મલિક રિગી હતો. ૨૦૧૦માં ઈરાની સેના દ્વારા અબ્દુલ મલિક રિગીની હત્યા કરવામાં આવી હતી. આ પછી જુન્દલ્લાહના ઘણા આતંકવાદી જૂથો બની ગયા. તે સુન્ની આતંકવાદી સંગઠન છે. જૈશ અલ-અદલ અલ-કાયદા સાથે સંબંધિત છે. તેના ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં બેઝ છે. તેના આતંકવાદીઓ આ ત્રણેય દેશોમાં સક્રિય છે. હાલમાં સલાહુદ્દીન ફારૂકી જૈશ અલ-અદલનો લીડર છે. અસ્તિત્વમાં આવ્યા બાદ જૈશ અલ-અદલ આતંકવાદીઓ ઈરાનમાં હુમલાઓ કરી રહ્યા છે. જૈશ અલ-અદલ એ સુન્ની આતંકવાદી સંગઠન છે, જ્યારે ઈરાન શિયા બહુમતી દેશ છે. એટલા માટે જૈશ અલ-અદલના આતંકવાદીઓ માત્ર ઈરાની સેનાને જ નિશાન બનાવતા નથી પરંતુ ઈરાનના શિયા લોકો પર પણ હુમલા કરી રહ્યા છે. ૨૦૧૨ પછી તેમના હુમલામાં ઘણો વધારો થયો છે. હવે સવાલ એ છે કે પાકિસ્તાને ઈરાનમાં હવાઈ હુમલો કરીને બદલો લીધો છે કે ઈરાન ફરી વળતો જવાબ આપશે.
પૂજ્ય મોરારી બાપૂની રામકથાઃ વૃદ્ધોની સેવા માટે અભૂતપૂર્વ રૂ. 60 કરોડનું દાન એકત્રિત થયું
રાજકોટઃ રાજકોટમાં પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના વક્તા પૂજ્ય મોરારી બાપૂની રામકથામાં વૃદ્ધોની સેવા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાના...
Read more