વડોદરામાં ભાભી સાથે હોટલમાં ગયા બાદ યુવાને બાથરૂમમાં ફાંસો ખાધો

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

યુવકના પરિવારજનોએ આત્મહત્યા નહિ, પરંતુ હત્યા થઈ હોવાનો આરોપ લગાવ્યો
વડોદરા
: વડોદરામાં એક અજીબ ઘટના બની હતી. વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી અયાંશ હોટલના બાથરૂમમાં એક યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે હોટલમાં યુવક કૌટુંબિક ભાભી સાથે ગયો હોવાનો ખુલાસો થયો છે. ત્યારે પરિવાર આક્ષેપ લગાવ્યો કે, તેમના દીકરીની હત્યા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, છાણી વિસ્તારમાં આવેલ અયાંશ હોટલના રૂમમાં ગયો હતો. તેની સાથે એક યુવતી હતી. તે પોણા બે વાગ્યે હોટલના રૂમમાં પ્રવેશ્યો હતો. તેના બાદ તેની સાથેની યુવતીએ બૂમાબૂમ કરી હતી. જેના બાદ હોટલનો સ્ટાફ રૂમમાં દોડી ગયો હતો. જેમાં જાેયુ કે, યુવકે બાથરૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ બાદ પોલીસ બોલાવાઈ હતી. પોલીસે પંચનામું કરીને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. હાલ પ્રાથમિક તપાસમાં યુવકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ યુવક સાથે હોટલમાં ગયેલી યુવતીની પણ પૂછપરછ કરી રહી છે. તેમજ પરિવારજનોના પણ નિવેદનો લેવામાં આવી રહ્યાં છે. યુવકના પરિવારજનોએ આત્મહત્યા નહિ, પરંતુ હત્યા થઈ હોવાનો આરોપ લગાવ્યો છે. પરિવારે કહ્યું કે, તેમના દીકરાને કોઈ પ્રકારનું ડિપ્રેશન ન હતું. તે સારી રીતે વાત કરતો હતો. આવું કેમ કર્યુ તે ચિંતાનો વિષય છે.

TAGGED:
Share This Article